________________ 276 ધર્મોનું તુલનાત્મક અધ્યયન - કેન્ટના નીતિશાસ્ત્રનો મૂળ આધાર આચારના આ વિચારમાંથી પ્રાપ્ત થાય છે. પિતાના આ વિચારનું સમર્થન કરતા માનવ-માનવ વચ્ચેના જે વિવિધ સંબંધ હોઈ શકે તે વિશે એમણે કહ્યું છે: “સંબંધે પાંચ પ્રકારના હોય છે– રાજા અને પ્રજાને; પિતા અને પુત્રને; પતિ અને પત્નીને; મોટાભાઈ અને નાનાભાઈને; મિત્ર અને મિત્રને; કોઈપણ બુદ્ધિમાન કે મૂર્ખ માણસ ટૂંકા સમયને માટે પણ આ પ્રકારના સંબંધને હટાવી શકતા નથી. "13 વળી, આ સંબંધમાં કર્યુશિયસ પિતે કઈ રીતે વર્યા છે એની નમ્રતાભરી રજુઆત એમના આ કથનમાં જોવા મળે છે:૧૪ "There are four things in the moral life of a man, not one of which have I been able to carry out in my life. To serve my father as I would expect my son to serve me that I have not been able to do. To serve my sovereign as I would expect a minister under me to serve me-that I have not been able to do. To act towarads my elder brothers as I should expect my younger brothers to act towards me-that I have not been able to do. To be the first to behave towards friends as I would expect them to behave towards me-that I have not been able to do." : જે વ્યક્તિ સાચા માનવના આદર્શને વરેલી છે તેણે અરસપરસની ભાવનાથી કઈ રીતને વર્તાવ રાખવો જોઈએ એને યોગ્ય ખાલ ઉપરના કથનમાંથી આવે છે. આચરણના એમણે આપેલા બીજા કેટલાક વ્યાવહારિક ઉપદેશને અહીંયાં ઉલ્લેખ કરી લઈએ : “જે માણસો તમારી સમકક્ષ નથી તેમની સાથે મિત્રતા બાંધશો નહીં.૧૫ 1 “અપકારને બદલે અપકારથી વાળ અને દયાને બદલે દયાથી જ આપજે.”૧૬ 13 લેગ : રિલિજિયન્સ ઓફ ચાયના, પા. 105 14 લીન યુટાંગ, પા. 849 15 લીકી, 1 : 8-3 16 એજ, 14 : 363