________________ ર૭૮ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધર્મ બની રહે. પરંતુ શું આપણે કયુશિયનધર્મને માત્ર નીતિધર્મ તરીકે જ સ્વીકારી શું ? છે. આ બધા પ્રશ્નોના ઉત્તર આપણને કન્ફયુશિયસના ત્રીજા વિચારમાંથી પ્રાપ્ત થશે. આ વિચાર એ “તાઓને છે, “તાઓ” શબ્દ કયુશિયસે જ પ્ર . છે એમ નથી, “તાઓ ને વિચાર ચીનની પુરાણી સંસ્કૃતિમાં પ્રચલિત છે. તાઓ ને, માનવને અનુલક્ષીને, એક અર્થ થાય છે, અને હેવનને અનુલક્ષીને બીજો અર્થ થાય છે. જે વ્યક્તિ પોતાના જીવનનું ઘડતર “લી’ના આદર અનુસાર કરે અને “જેન' દ્વારા અપાયેલ માનવવ્યવહાર અને સગુણ આચરે, તે માનવને તાઓ-માનવ ચેય-સિદ્ધ કરે છે, અને એ સાથે જ “હેવન’ના તા-અંતિમ તત્ત્વ સાથે સંબંધિત પણ થાય છે. " આમ, કન્ફયુશિયસની વિચારધારામાં એક અંત કે આદર્શો અભાવ નથી પુરાણી સંસ્કૃતિમાં જે “તાઓ” અને “હેવન”ના વિચારે પ્રચલિત છે તેને “લીના વિચારને આધારે કર્યુશિયસ સ્વીકારે જ છે, અને એથી કન્ફયુશિયસના બોધની ધાર્મિક બાજુ “તાઓના વિચારના રવીકારમાં રહેલી છે. આમ છતાં, એટલું કહેવું જરૂરી છે કે કર્યુશિયસના ધર્મમાં આચારસંહિતા પર જેટલે ભાર આપવામાં આવ્યો છે એના પ્રમાણમાં ધર્મના મહત્વના પ્રશ્ન પર વિચારણા રજૂ કરવામાં આવી નથી. લી” અનુસારનું અને “જેન' દ્વારા પ્રમાણિત થયેલ વ્યવહાર પર ભાર મૂકવાને પરિણામે એ સંભવિત નથી કે માનવ માત્ર બાહ્ય આચારમાં જ સંતોષ પ્રાપ્ત કરતે થાય. એમ બને તે વ્યક્તિજીવન દંભી અને આડંબરી નહીં બને ? અને તે પછી સમાજજીવન કલુષિત, કરામતભર્યું, કિલષ્ટ અને અધોગતિમય નહીં બને ? * કન્ફયુશિયસે પ્રાપ્ત કરવા ધારેલ સમાજ-પરિવર્તન કેટલે અંશે સંભવિત બન્યું છે એનું મૂલ્યાંકન કરવું આ પુરતની મર્યાદા બહાર છે. તાઓધર્મ 1. સામાન્ય: - લાઓત્રે અતિહાસિક પુરુષ હતા કે કાલ્પનિક વ્યક્તિ હતા એ પ્રશ્ન હવે લગભગ બંધ થયેલે છે અને એમ સ્વીકારાયું છે કે કન્ફયુશિયસ પછી, લાઓઝેને જન્મ