________________ ચીનનાધર્મો 285. આધુનિક જગતમાં ગાંધીજીને વિશે પણ આમ જ કહી શકાય. આમાંથી જે નિષ્પન્ન થાય છે તે એ કે માત્ર આચરણ કે માત્ર વિચાર કરતાં, વિચાર, અનુરૂપ આચારનું મહાત્મય સવિશેષ છે; એ ઇતિહાસના દરેક કાળે સાર્વત્રિક રીતે સ્વીકારાયું છે. આપણે તાઓ ધર્મના નીતિશાસ્ત્રની વાત કરતા થોડી બીજી વાત કરી લીધી. તાઓધમમાં સદાચારને તથા નૈતિક જીવનને જે મહત્ત્વ આપવામાં આવ્યું છે એ આપણે ઉપર જોયું. પાપી તરફ પણ સજ્જનભાવ રાખવો એ સિદ્ધાંત લાઓએ આવે. પરંતુ એમના નીતિવિષયક ખ્યાલેની રજૂઆત તે પાછળથી લખાયેલ તાઈ–સાંગ-કાંગ-ઈગ-બિયેન' ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં કર્મ અને તેના ફળની વિચારણા કરવામાં આવી છે. આ ગ્રંથનું મહત્વ પણ “તાઓ-તે-કિંગ જેટલું જ આંકવામાં આવે છે. એમાં સજજનનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે.૩૩ - “તે આડે રસ્તે નહીં જાય. તે ધર્મનાં કામ કરશે અને પુણ્ય મેળવશે. બધાં પ્રાણીઓ ઉપર સજ્જન દયા રાખશે. પિતાના નાના ભાઈઓ તરફ પ્રિમ અને વાત્સલ્ય રાખશે. વડવાઓની આજ્ઞાનું પાલન કરશે. પિતાની જાતને સુધારી અને સુધારવાનો પ્રયાસ કરશે. અનાથે તેમ જ ગરીબ અને વિધવાઓ પર દયાભાવ. રાખશે. વડીલોને માન આપશે અને નાના તરફ પ્રેમભાવ રાખશે. આવો સજન,. જંતુઓ, ઘાસ તથા દક્ષને ઇજા નહીં કરે. દુષ્ટ વૃત્તિવાળાઓની તેને દયા આવશે અને . ગુણવાનને જોઈને તેને હર્ષ થશે. દુઃખીઓને મદદ કરવા તે તત્પર રહેશે અને ભયમાં આવી પડેલાઓને બચાવવા તે પ્રયત્નશીલ રહેશે. બીજાને થતે લાભ પિતાને જ થાય છે તથા બીજાને ગયેલી ખોટ પોતાને જ ગઈ છે એમ માનશે. એ સજ્જન બીજાના દોષ ઉઘાડા નહીં પડે. પિતાની બડાઈ કદી નહીં કરે. ખરાબને અટકાવવા એ પ્રયત્નશીલ રહેશે અને જે સારું હશે તેની વખાણપૂર્વક પ્રસિદ્ધિ કરશે. દાન કરશે, પણ લેશે નહીં. અન્ય કોઈ તેના તરફ ક્રોધ કરશે તો એ તેને સહન કરી લેશે. બીજાઓને નમ્રતાપૂર્વક માન આપશે. કોઈપણ પ્રકારના બદલાની આશા રાખ્યા વિના તે અન્યને ઉપકાર કરશે. આ બધા સજજનનાં લક્ષણ છે. આવા જ માણસને બીજા બધા માણસો માન આપે છે. દેવ પણ તેને બચાવે છે. સુખ અને લાભ તેની પાછળ દેડે છે. જે કંઈ અનિષ્ટ છે તે એમનાથી દૂર ભાગે. છે જે કંઈ કાર્ય એ હાથમાં લે છે તેને વિજય મળે છે. આ પ્રાકૃત દેહને ત્યાગ. કરી અમર થવાની તે આશા રાખે છે.” 33 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 403 237-238