________________ 290 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પાલન કરવામાં, કન્ફયુશિયનધર્મ સમાયેલ છે. તાઓ ધર્મ અનુસાર પરમતત્ત્વ તરફથી પ્રબંધાયેલ માર્ગનું પાલન કરી નિષ્ક્રિય જીવન વિતાવવા પર ભાર મૂકવામાં આવેલ છે. ચીની બૌદ્ધધર્મમાં જગતના ત્યાગને તથા આત્મસંયમ અને સ્થાન પર ભાર મૂકી સણ આચરવામાં અને સગુણ દેવ પર શ્રદ્ધા રાખી તેની પૂજા * કરવાનું કહેવાયેલ છે. એ સાચું છે કે ચીનને આમજનસમુદાય આ બધા ધર્મોના ઉત્સવમાં ભાગ લે છે, એટલું જ નહીં પરંતુ એ બધાયે ધર્મોને નિભાવવા માટે જરૂરી આર્થિક સહાય પણ કરે છે. ચીનમાં આજે જે સ્વરૂપમાં આ ત્રણેય ધર્મો પ્રચલિત છે તેમાં, અને તેમના સ્થાપકે એ જે મૂળ ધર્મો પ્રબોધ્યા છે એમાં, ઘણું અંતર છે. ચીનની પ્રજાએ આ ત્રણેય ધર્મોને એકસાથે સ્વીકાર કરીને, આ ત્રણેય ધર્મોને સાચા અર્થમાં જીવાડવા છે કે દરેક ધર્મને મરણતોલ ફટકો માર્યો છે, એ એક પ્રશ્ન છે. હકીકતમાં તો ત્રણેય ધર્મોને સ્વીકાર કરીને, ચીની પ્રજાએ, પિતાને માટે એક એવો ધર્મ તૈયાર કર્યો છે, જેમાં કદાચિત દરેક ધર્મનું શ્રેષ્ઠતમ તત્ત્વ ગ્રહણ થયું નથી, પરંતુ ન્યૂનતમ તત્વ ગ્રહણ થયું છે. આમ, કન્ફયુશિયસને એણે દેવ બનાવ્યા, બૌદ્ધધર્મને પિતાની ભૌતિક આબાદીને માર્ગ બનાવ્યું અને તાઓધર્મને જાદુ અને ગૂઢ વિદ્યાના શાસ્ત્ર સમાન સ્વીકાર્યો.. આજે બહુજનસમુદાય આ ત્રણેય ધર્મોમાં માને છે અને એને સ્વીકાર આવી રીતે કરે છે ? કન્ફયુશિયનધર્મ પૂર્વજોની સેવા કરવાને માટે ધર્મ છે, અને એથી એ ધર્મનું આચરણ કરીને માનવી પિતાના પૂર્વ તરફની ફરજ અદા કરે છે. તાધમ, વર્તમાન જીવનને સુખી બનાવવાને એક માર્ગ છે. મરણ પછીની અવસ્થા સુધારવા માટેના માર્ગ તરીકે બૌદ્ધધર્મને સ્વીકાર થાય છે. આમ વર્તમાન જીવનના શ્રેય માટે તાધર્મ, ભૂતકાળના શ્રેય માટે કન્ફયુશિયનધર્મ અને ભાવિ જીવનને જીવન-શ્રેય માટે બૌદ્ધધર્મને સ્વીકાર કરીને પ્રત્યેક માનવી જન્મોજન્મનું સુખ ભોગવી શકે છે. જેમ હિંદુઓના ઘરમાં પ્રાર્થનાને માટે એક દેવસ્થાન હોય છે તેમ ચીની ઘરના દેવસ્થાનમાં, એ પ્રજાએ સ્વીકારેલ ત્રણ ધર્મોના ત્રણ સ્થાપકને દેવસ્થાને બેસાડવામાં આવેલ છે. ઘરના દેવસ્થાનમાં આ ત્રણેય દેવોના–બુદ્ધ, લાઓ અને કન્ફયુશિયસના ચિત્ર હોય છે, જયારે મંદિરમાં એ જ દેવની મૂર્તિ હોય છે. અહીંયાં જે મહત્ત્વને પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે એ, કે આ ત્રણેય ધર્મોમાં મહત્વના મૂળભૂત તફાવત હોવા છતાં, તેમ જ તે પૈકીને એક ધર્મ તે ચીનની