________________ ચીનનાધર્મો 291 ભૂમિમાં ઉદ્ભવેલો ન હોવા છતાં પણ, એ ત્રણેય ધર્મો આમજનસમુદાયના હૃદય પર કેવી રીતે સ્થાન જમાવી શક્યા ? બીજા કોઈ પણ ભૌગોલિક પ્રદેશમાં એક કરતાં વધારે ધર્મોનું આવું એકીકરણ થયેલું છે ખરું ? આ બે પ્રશ્નોમાંને પાછલે પ્રશ્ન આપણે પ્રથમ હાથ ધરીએ. કદાચિત એમ કહેવાય કે શીખધર્મ, હિંદુધર્મ અને મુસલમાનધર્મનું સમન્વયીકરણ કરે છે. આવું સમીકરણ ખરેખર થયેલું છે કે કેમ, અને હોય તો કેટલે અંશે ? પણ તે એક અલગ પ્રશ્ન છે. આ તબકકે મહત્તવને મુ એટલે જ છે કે શીખધર્મ એક અલાયદા ધર્મ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે, અને એણે હિંદુધર્મ અને ઇસ્લામ' ધમને મુકાબલે પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ પ્રસ્થાપિત કર્યું છે. તે કદાચિત એમ પણ કહેવાય કે ભારતમાં મુસ્લિમ ધર્મના તાજિયા નીકળે છે છે ત્યારે જે ભક્તિભાવથી મુરિલમે એને આદર કરે છે એ જ ભક્તિભાવથી કેટલાક હિંદુઓ પણ એને આદર કરે છે. જેમ મુસ્લિમ પીર અને દરગાહની આસ્થા ધરાવે છે એવી જ આસ્થા કેટલાક હિંદુઓ પણ ધરાવે છે. આ અંગે આપણે એ નોંધવું જોઈએ કે આ બાબતે હકીકતની છે એટલે એ સ્વીકારી લઈએ. આમ છતાં પણ હિંદુસમાજને બહુજનસમુદાય આટલા ક્ષેત્ર પૂરતો પણ ઇસ્લામ સાથેના સમન્વયનો સ્વીકાર કરે છે એમ કહી શકાય ખરું ? એ જ પ્રમાણે કોઈપણ ક્ષુલ્લક ક્ષેત્ર માટે પણ મુસલમાન સમાજ આ સમન્વયકારી સ્વીકાર કરે છે ખરે ? એટલે લગભગ એમ કહેવું જ વધુ વાજબી છે કે ધર્મસમભાવની દૃષ્ટિએ જીવનમાં વિવિધ ધર્મોને સમન્વયકારી સ્વીકાર એકમાત્ર - ચીન પ્રદેશમાં દૃષ્ટિગોચર થાય છે અને અન્ય સ્થળે નહીં. આ કથન આપણને ઉપર ઉપસ્થિત કરેલ પહેલા પ્રશ્ન પર લઈ જાય છે. આ ધર્મોને સમન્વયકારી સ્વીકાર માત્ર ચીન પ્રદેશમાં જ કેમ? અન્ય ભૌગોલિક પ્રદેશમાં આવું કેમ નથી ? આ માટે કયાં કારણો જવાબદાર છે? . આ પ્રશ્નને ઉકેલ અહીં શક્ય નથી. પરંતુ એ દિશામાં વિચારણા થઈ શકે એ માટે થોડા મુદ્દાઓની અહીંયાં રજૂઆત કરવી ઠીક રહેશે. એક કરતાં વધારે ધર્મના આવા સમન્વયકારી સ્વીકાર માટે નીચેનાં પિકી એક કે વધારે, અથવા તો એ સિવાયનાં, અન્ય કારણો જવાબદાર હોઈ શકે. 1. પ્રજાની સામાન્ય વિશિષ્ટતાઓ. 2. ધમની અનુકૂળ થવાની પ્રક્રિયા.