________________ ચીનના ર૮૯ આપણે આગળ જોયું છે. તેમ, વ્યવહારમાં, આ જીવનમાં અને આ જગતમાં રસ છે. અનાત્મપણું, અનિત્યપણું વગેરે તાત્ત્વિક વિષયો એમને મન મહત્ત્વના નથી. એ જ પ્રમાણે મરણોત્તર અવસ્થા કરતાં વર્તમાન અવસ્થાના આનંદનો એને વધુ સ્વીકાર છે અને મહાયાન રવરૂપે ચીનમાં પ્રવેશેલા બૌદ્ધધર્મે, ચીની પ્રજાભાવનાને જે રવીકાર ન કરી લીધો હતો તે એ સંભવિત છે કે બૌદ્ધધર્મનું ચીનમાં અસ્તિત્વ ન હોત. આથી, ચીનના બૌદ્ધધર્મની આપણે જ્યારે વાત કરીએ ત્યારે જે બૌદ્ધધર્મના સ્વરૂપની આગળ વાત કરી એને નહીં, પરંતુ ચીનની પરિસ્થિતિને અનુરૂપ થયેલ ધર્મ, તે ચીનને બૌદ્ધધર્મ છે એમ ગણવાનું છે. - ચીનના આ બૌદ્ધધર્મને –બૌદ્ધવાદ (ધર્મ) તરીકે ઓળખવામાં આવે છે. આ ધર્મમાં બૌદ્ધ આત્માને પરમતત્ત્વ તરીકે સ્વીકાર કરવામાં આવે છે અને પૂજન પણ કરવામાં આવે છે. વ્યક્તિગત જીવનવ્યવહારમાં કરુણા, દયા, પ્રેમ અને પવિત્રતાના સગુણો ઉપર ભાર મૂકવામાં આવે છે. નૈતિક વ્યવહારને અનુલક્ષીને બૌદ્ધધર્મના જે મહત્વનાં તો છે તે રવીકારવા છતાં એનાં તાત્ત્વિક તમાં મહત્ત્વને ફેર પડે છે. બૌદ્ધધર્મનું સંમિશ્રણ એક તરફ તાઓ ધર્મ સાથે, અને બીજી બાજ કશિયન વિચારો સાથે પણ થયેલું છે. આજે બૌદ્ધધર્મના આ બદલાયેલા વરૂપમાં એ ચીનમાં એટલે તે પ્રચલિત થયું છે કે ચીનની ધરતીમાં નીપજેલા કન્ફયુશિયનધર્મ અને તાઓ ધર્મની સમકક્ષ એ બન્યો છે. એક અવલોકન ચીનમાં કન્ફયુશિયનધર્મ, તાઓ ધર્મ અને બૌદ્ધધર્મ એટલા તો ઓતપ્રોત થયેલા છે કે સામાન્ય જનસમુદાયે એ ત્રણેને સ્વીકાર કરવા ઉપરાંત, રાજ્ય તરફથી પણ એ ત્રણેય ધર્મો - “સાન-ચીઆઓને સ્વીકારવામાં આવ્યા છે. ચીનમાં આ ત્રણેય ધર્મો પ્રચલિત છે, અને સંમિશ્રિત છે તે છતાં એ ત્રણેય જુદા છે એ પણ એક હકીક્ત છે. એમની ત્રણેયની વિશિષ્ટતા છે, અને એ જાણવા માટે આપણે પ્રત્યેક ધર્મમાં એના અનુયાયીઓને અનુલક્ષીને કઈ બાબત પર સવિશેષ ભાર મૂકવામાં આવેલ છે તે જોઈશું. સમાજના વિવિધ સ્તરના, તેમ જ માનવીઓ વચ્ચેના વિવિધ સંબંધોના. યોગ્ય વ્યવહાર પર ભાર મૂકી એ માટેના નિયમની રજૂઆત કરવામાં, તથા તેનું ધર્મ 19