________________ 288 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આમ, લાઓ ધર્મરથાપકમાંથી ધર્મના દેવ બન્યા. લાઓના મરણ પછી લહબે--કવાન–છે જેવા મહત્વના પુરુષોએ એમના ધર્મને ગતિ આપી. જો કે એની સાથે જ એમાં વિવિધ પ્રકારના અન્ય ઉપદેશ પણ ભળ્યા. એને પરિણામે તાઓ ધર્મનું રવરૂપ પલટાતું ગયું અને કાળાનુક્રમે એ ધર્મનું સાચું હાર્દ સામાન્ય જનને સમજવું કઠિન હોઈને એના મૂળતા વિસરાતાં ગયાં, અને એને રૂઢિભાગ વધારે વિકસતો ગયો. આ જ કાળ દરમ્યાન ચીનની અંદર બૌદ્ધધર્મ સહિત અન્ય ધર્મોને પ્રવેશ પણ થયો અને એને પરિણામે તાઓધર્મનું સ્થાન ધીમે ધીમે ઊતરતું ગયું. એક મહત્ત્વને ધર્મ મટીને, ત્રણમાંના એક ધર્મ તરીકેનું, એનું સ્થાન ચીનમાં રહ્યું. ચીની બૌદ્ધધર્મ ઈ. સ. ૧લી સદીમાં બૌદ્ધધર્મ ચીનમાં પ્રવેશ્યા હોવાનું મનાય છે. પરંતુ તે સમયે બૌદ્ધધર્મ ત્યાં પગભર થઈ શક્યો નહીં. તે વેળા કન્ફયુશિયનધર્મ અને તાધર્મને જીવવાદનાં સ્વરૂપ ચીનમાં પ્રચલિત હતા. એને પરિણામે | ગાડી ન હતી. નવા ધર્મને પાંગરવાની તક ઝાઝી ન હતી. , આ પછી ચીનમાં વેઈ વંશના સમયમાં બૌદ્ધધર્મ ચીનમાં દાખલ થયા. એ વેળા એક રાજાએ અમિતાભની ભક્તિ કરી અને એ ભક્તિને પ્રસાર થયો. ઈ. સ. ૫૫૦ના અરસામાં પરમાર્થે ચીનમાં તંત્રવાદ તેમ જ ગાચાર દાખલ કર્યો. ઈ. સ. ૭૨૦ના અરસામાં વ્રજધીએ નાગાર્જુનને ગમત દાખલ કર્યો. આ મત દૂઈકે 'ના નામે ચીનમાં ઓળખાય છે. બૌદ્ધધર્મના મૂળ ચીનમાં ઊંડા નાખ્યા બોધિધર્મે. તેઓ બૌદ્ધધર્મના પ્રચાર અર્થે નેપાળ, તિબેટ અને ચીન ગયા અને બૌદ્ધધર્મનો પ્રચાર કરવામાં સફળ રહ્યા. આ ઉપરાંત તિબેટમાંથી પણ બૌદ્ધધર્મ ચીનમાં પ્રવેશ્યો. વિવિધ બૌદ્ધ વિચારકના ઉપદેશે અને ચીનના મહાન વિચારકોના ઉપદેશનું એકીકરણ થવા માંડયું, અને એ રીતે બૌદ્ધધર્મ ચીનમાં પગભર થયે અને આદર પણ પામે. ચીનમાં પ્રવેશેલે બૌદ્ધધર્મ ત્યાંના સ્થાનિક ધર્મોની સાથે સંપર્કમાં આવવાને પરિણામે, ઘણો પરિવર્તિત થયે એ સાચું, પરંતુ બૌદ્ધધર્મ મહાયાન સ્વરૂપમાં રજ થયે એટલે જ એ ટકી શકે એમ કહેવું વધારે પડતું નથી. ચીનની પ્રજાને,