________________ 286 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સજજન માણસને આટલે વિસ્તૃત ખ્યાલ આ ગ્રંથમાં આપવા ઉપરાંત એમાં વિવિધ આજ્ઞાઓ અને આદેશ આપવામાં આવ્યા છે, જે માનવીને એના વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક જીવનમાં દરવણરૂપ બની રહે છે. આવી -આજ્ઞાઓ આ પ્રમાણે છે 34 “તમારા મા-બાપના દેષ જાહેર કરશો નહીં. સત્ય અને અસત્યને ગોટાળે કરશે - નહીં. અધમ માણસને લાભ થાય એવું કંઈકરશે નહીં. નિર્દોષને શિક્ષા આપશે નહી. પવનને ઠપકો અને વરસાદને ગાળ આપશે નહીં. તમારી પત્નીનું અને ઉપપત્નીઓનું કહેવું સાંભળશે નહીં. તમારા માતાપિતાની આજ્ઞાઓનો ભંગ કરશે નહીં. - નવી વાત સાંભળતા જૂની વાતો વિસરશો નહીં. ઉછીનું જે કંઈ લીધું હોય એ પાછું આપજે. પ્રારબ્ધવશાત જે કંઈ મળ્યું હોય એનાથી વધારે મેળવવાનો પ્રયાસ કરશે નહીં. તોલમાપમાં દગો કરશે નહીં. મહિનાના છેલ્લા દિવસ અથવા તે વર્ષના છેલ્લા દિવસે ગાયન ગાશે નહીં અને નૃત્ય કરશે નહીં. સવારમાં ઉઠતાંની સાથે તેમ જ બેસતે મહિને ગુસ્સે થશો નહીં, તેમ મોટેથી બૂમ પાડશો નહીં. ઉત્તર દિશામાં મેં રાખી રડશે નહીં, તેમ જ થુંકશે પણ નહીં. તારે ખરત હોય તો તેની સામે જોઈ થુંકશે નહીં. આંગળી વતી ઈન્દ્રધનુષ્યને બતાવશે નહીં. ખરાબ કામ કરનાર પણ જે પ્રાયશ્ચિત્ત કરી પિતાની જાતને સુધારે, અને ખોટા કામ કરવા બંધ કરી પર કામ કરે, તે આખરે, તેને સુખ અને આનંદ મળે છે. તે પછી સારા કામ કરવાને માટે આપણી જાતને કેમ ફરજ ન પાડવી ?" જીવનવ્યવહારની અનેક નાની મોટી બાબતો વિશે તેમ જ વિવિધ ક્ષેત્રોમાંના વ્યવહાર વિશે અહીંયાં ઘણું કહેવાયું છે. જે કંઈક કહેવામાં આવ્યું છે એમાંથી તત્કાલીન સમાજનું જે ચિત્ર ઉપસી આવે છે એની સાથે અહીંયાં આપણને ઝાઝી નિબત નથી. પરંતુ વ્યક્તિએ પિતાની પત્ની સાથે, પિતાના માતા-પિતા સાથે, અન્ય સંબંધીઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ એને સ્પષ્ટ ખ્યાલ આમાંથી મળી રહે છે. એટલું જ નહીં પરંતુ બીજા કેટલાક આદેશ આપીને માનવીએ કયા પ્રકારની વિધિ કરવી જોઈએ અને પ્રકૃતિ સાથે શી રીતે વર્તવું જોઈએ એની પણ વાત કરવામાં આવી છે. આ બધા ઉપરાંત અહીંયાં એવી ત્રણ વાતોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ચીનના ધર્મવિકાસક્રમમાં પહેલી જ વાર જોવા મળે છે. કફ્યુશિયસ કે 34 ડગ્લાસઃ કન્ફયુશિયનીઝમ એન્ડ ટાઈઝમ, પા. 26-270