________________ -284 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રાખતા નથી તેમના તરફ પણ હું શુદ્ધભાવ જ રાખું છું અને આ પ્રમાણે બધાએ શુદ્ધભાવ રાખવો જ પડે.૩૧ લાઓના ઉપરના કથનથી નૈતિક સજજનતા અને નૈતિક વ્યવહાર અંગે એમના કેવા વિચારો છે એને ખ્યાલ આવી શકે છે. આની સાથે જિસસ -ક્રાઈસ્ટનો ઉોધ સરખાવવો જોઈએ. કયુશિયસ અને લાઓÖને સમકાલીન તરીકે સ્વીકારીને એ બેની સરખામણું કરતાં હ્યુમ કહે છે : “ચીનમાં આ બે ધર્મોના સ્થાપક સમકાલીન હતા અને તેથી તેમના વખતની સામાજિક સ્થિતિ સરખી જ હતી. લાબેએ પણ પિતાના સમયમાં લોકોની ગરીબાઈ સમાજમાં પ્રવર્તતી ગેરવ્યવસ્થા, લુચ્ચાઈ ચોરી અને લૂંટ તેમ જ લોકોની ડંફાસ, ઉડાઉપણું તેમ જ સ્વાર્થના કિસ્સાઓ જોયા હતા તેથી તેમને ઘણે ખેદ થયું હતું. પરંતુ કન્ફયુશિયસની માફક દાતા રાખી આ અનિષ્ટ પરિસ્થિતિની સાથે જ પિતાના સિદ્ધાંતને બરાબર ઉપયોગ કરવાને બદલે, લાઓત્રેએ માત્ર ડહાપણની શિખામણ આપી અને પછીથી જેમ ચીનના બીજા ઘણું અધિકારીઓએ અત્યાર સુધી કર્યું તેમ તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી પિતાને અનુકૂળ એવી બિનજવાબદારીભરી અવસ્થામાં રહેવાનું પસંદ કર્યું. "32 હ્યુમની આ ટીકામાં પરિસ્થિતિને સામને કરવાની કન્ફયુશિયસની રીત અપનાવવામાં આવી છે અને લાઓએની શિખામણ આચરણમાં પ્રતિબિંબિત થતી નથી એ વસ્તુ પર ભાર મુકવામાં આવ્યો છે. કન્ફયુશિયનધર્મ કરતાં તાઓધર્મના થયેલા વિશેષ અધઃપતનને માટે સંભવતઃ આ કારણે પણ જવાબદાર હોય. એ સાચું કે પિતાના સમયની પરિસ્થિતિને સામને કફયુશિયસે ભૂતકાળની સાથે નાતે તેડ્યા વિના કરવાનો પ્રયત્ન કર્યો. આમ છતાં, કફ્યુશિયસ અને જિસસ ક્રાઈસ્ટના એવા સમાન પ્રયાસમાં પણ તફાવત રહે છે. એટલું જ નહિ પરંતુ લાઓની સરખામણીમાં એમ કહી શકાય કે લાઓએ આપેલ ઉપદેશ અનુસારને જ ઉપદેશ જિસસ ક્રાઈસ્ટ પણ આપે. પરંતુ એમને ઉપદેશ માત્ર તાત્ત્વિક સબોધ ન રહેતા, એમણે પિતે જીવનમાં એનું આચરણ કરી બતાવ્યું, તેમ જ એ માટે પિતાના પ્રાણની આહુતિ પણ આપી. 31 એજ, 49 : 2 32 હ્યુમ, આર. ઈ. : ધી લિવિંગ રિલિજિયસ ઓફ ધી વર્લ્ડ', પા. 131 -