________________ 282 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ગુણો આરોપવામાં આવે છે. એ નિર્ગુણ પણ છે, સગુણ પણ છે, નિરાકાર છે અને સાકાર પણ છે, નિર્મળ છે અને સબળ પણ છે. પરમતત્ત્વ તરીકે “તાઓને સ્વીકાર્યા પછી એને સમજાવવાને માટે ભાષાને આશ્રય લઈ જે કઈ શબ્દો આપવામાં આવે તે હંમેશા અપૂરતા જ રહેવાના. હિંદુધર્મમાં પણ પરમતત્વ. બ્રહ્માને શબ્દ દ્વારા વર્ણવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આમ જ બને છે. જેને પરમતત્વ તરીકે સ્વીકાર્યું હોય એની ભાષામાં રજૂઆત કરવામાં આવે ત્યારે આ જ કારણે વિરોધાભાસ થાય છે. અહીંયાં આપણે બીજા એક પ્રશ્નની સમજ પણ મેળવી લેવી જરૂરી છે. લાઓત્રે “તાઓ ના પરમતત્ત્વને શાંગ–તિ કરતાં પણ પુરાણું હેવાનું કહે છે. આથી ચીનમાં જેની ઈશ્વર તરીકે પૂજા થાય છે તે શાંતિ કરતાં પણ “તાઓ” તત્વ જે પુરાણું હોય તે શું શાંગ–તિ તાઓમાંથી નીપજેલ છે ? અને અહીંયાં સમસ્ત સૃષ્ટિના સર્જનની વાત કરાય છે. સંપૂર્ણ સ્વરૂપે અસ્તિત્વમાન પરમતત્વ તે “વૃ” છે. પરમતત્ત્વની આ અવસ્થા શૂન્યાવસ્થા છે. આવા શૂન્યાવરથી પરમતત્વમાંથી સૃષ્ટિની બધી ઉત્પત્તિ થાય છે. જ્યારે પરમતત્વ બીજું કઈ ઉત્પન્ન કરવા જાય છે ત્યારે તે “યૂ' તરીકે ઓળખાય છે. આ સ્વરૂપમાં ‘પરમતત્ત્વ” રૂપ ધારણ કરે છે, અને આ રૂપને કારણે તે અવસ્થામાં એને નામા પણ આપી શકાય. એક વેળા ‘વૃ”, “યૂમાં પરિવર્તિત થાય એટલે જગત ઉત્પત્તિને ક્રમ શરૂ થાય છે. એ ક્રમમાં શાંગ–તિ (આકાશ) સૌ પહેલાં ઉત્પન્ન થાય છે. . આમ, પરમતત્ત્વમય “તાઓ” અનેક બને છે અને એમ છતાં એનું પરમતત્ત્વનું . તાત્ત્વિક હાઈ કદીયે વિસરાતું નથી અને એથી પરમતત્ત્વ તરીકે એ એક જ રહે છે. 3. તેને અર્થ : લાઓના ગ્રંથને બીજો શબ્દ “તે” છે. લાઓના વિચારમાં આ “તે શબ્દનું તાત્પર્ય પણ અગત્યનું છે. સામાન્ય રીતે “તેને અર્થ સદ્ગુણ થાય છે. એક રીતે જોઈએ તે “તાઓ” એ એક શક્તિ છે અને તે પણ એક શક્તિ છે, અને આ બંને શક્તિ એકમેકથી જુદી નથી, પરંતુ તાવિક ભાવે એક જ છે. “તાઓ-તે-કિંગમાં” તાઓને નિષ્ક્રિય કહ્યા છતાં તેને પ્રવૃત્તિના પિતા તરીકે, તેમ જ સર્વના પિતા અને માતા તરીકે ઓળખાવવામાં આવે છે ?