________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન જ્યારે તાધર્મને માટે “તાઓ” શબ્દ વપરાય છે ત્યારે તેને અર્થ ધર્મને માર્ગ એમ થાય છે જેમ શિતોને અર્થ દેવોને માર્ગ થાય છે એ રીતે. - આમ છતાં, તાઓના આ મૂળભૂત અર્થમાંથી બીજા પણ અર્થે નિષ્પન્ન થાય છે. એક તે, તાઓને અર્થ બુદ્ધિ, તર્ક, સત્ય અને સિદ્ધાંતના ભાગ તરીકે ઘટાવાય છે. બીજું, તાઓને શુદ્ધ સગુણોને માર્ગ એટલે કે નીતિના આદર્શ તરફ લઈ જનાર માર્ગ તરીકે પણ ઓળખાવાય છે. ત્રીજુ, તાઓને ઉપયોગ સૃષ્ટિની ભૌતિક અને નૈતિક વ્યવસ્થા જે સિદ્ધાંતને અનુરૂપ થઈ છે તે સિદ્ધાંત તરીકે પણ ઘટાવવામાં આવે છે. ચોથું, કેટલીક વેળા તાઓ એટલે દેવોએ અપનાવેલ અને અનુસરેલ જીવનને સાચે માગ એ રીતે પણ એને અર્થ ઘટાવાય છે. - પાંચમું, તાઓને અર્થ કેટલાક તર્ક (Reason) તરીકે ઘટાડે છે. - છઠું વળી તાઓને અર્થ કેટલીક વેળા પ્રજાના પાલનહાર ઈશ્વર (Providence) તરીકે પણ ઘટાવાય છે. સાતમું, કેટલાક તાઓને પરમતત્વ ( Supreme Being) તરીકે પણ ઘટાવે છે. ( આઠમું, વળી કેટલાક તાઓને શબ્દ (Word) અને વાણી (Logos) તરીકે પણ ઘટાવે છે. - અહીં આપણે એ જોઈ શકીશું કે તાઓના અર્થનું મૂળભૂત તાત્પર્ય નિતિક છે અને આમ છતાં, એમાંથી જ એક તાત્વિક સત્યને પણ ખ્યાલ પમાય છે. તાઓના સગુણનું હાર્દ તાઓ-તે-કિંગનું ભાષાંતર કરતા લીન યુટાંગે૨૧ રજૂ કરેલ નીચેનું સૂત્ર સારભાગરૂપે રજૂ કરી શકીએ : " Curtail thy desires; Check thy selfishness, Embrace thy Original Nature Reveal thy simple self" 21 ધી વીઝમ ઓફ ચાયના એન્ડ ઈન્ડિયા, પા. 28a. If"