________________ ચીનનાધ 279 ઈ. સ. પૂર્વે ૪થી સદીમાં થયો હતો, અને એ સદીમાં જ એમના હાથે એમને મહાન ગ્રંથ તાઓ-તે-કિંગ રચાય હતે. લાબેના ગ્રંથ વિષે જે ક્યા પ્રાપ્ત છે તેને ઉલ્લેખ કરતાં કેર૦ કહ્યું છે? “લાઓન્ને બુદ્ધિને ઉપયોગ કરતા અને ધાર્મિક જીવન ગાળતા હતા. તેમના ઉપદેશનું ધ્યેય અહંકારત્તિને નાશ કરવાનું હતું. લાઓત્રે પિતાના જીવનને ઘણોખરો ભાગ “ઉ”માં ગાળ્યો હતો, જ્યારે તેમણે ચેઉની પડતીની નિશાનીઓ જોઈ ત્યારે તેઓ ત્યાંથી નીકળી સરહદ પર આવ્યા. યિન–હી નામના જકાતખાતાના અધિકારીએ કહ્યું: “સાહેબ આપે જ્યારે નિવૃત્તિ લેવાને જ વિચાર કર્યો છે ત્યારે મારા રવાઈને ખાતર હું આપને પુસ્તક લખવા વિનંતી કરું છું.” આ વિનંતી ધ્યાનમાં લઈ લાઓએ 5000 શબ્દવાળુ પુરતક બે ભાગમાં લખ્યું અને બુદ્ધિ અને ધર્મની ભાવનાની ચર્ચા કરી. પછી તેઓ ત્યાંથી જતા રહ્યા અને કયાં મરણ પામ્યા તે કોઈ જાણતું નથી.” તાઓ-તે-કિંગની રચના ઈ. સ. પૂર્વે ૪થી સદીમાં થઈ. તાઓ–તેકિંગમાં લાઓએ રજૂ કરેલ વિચારને સમજવામાં એમણે વાપરેલા બે શબ્દ “તાઓ” અને “તેના અર્થ સમજવા ખરેખર કઠિન છે. આ ગ્રંથનું ભાષાંતર અનેક લેખકોએ કર્યું છે અને તેઓએ એ ગ્રંથનું નામ જે રીતે ભાષાંતરિત કર્યું છે તે ઉપરથી આ શબ્દોને થોડે ખ્યાલ પામી શકાય એમ છે. આર્સે આ પુરતકને “તાઓ અને સગુણના ગ્રંથ, ઓહે “સગુણના માર્ગને ગ્રંથ', પાકરે પરમાત્માની કૃપાને ગ્રંથ', બાફરે “પ્રકૃતિ અને તેના ધર્મને સિદ્ધાંત', એલેકઝાંડરે “પ્રકૃતિ અને ઈશ્વરના આવિર્ભાવ વિશે વિચારે, અને કેસે “બુદ્ધિ અને સગુણના નિયમ” એવાં નામે આપ્યાં છે. આ બધા ઉપરથી આ બે શબ્દોને અર્થ સમજવો અનુકૂળ થશે. આમ, “તાઓને તાઓ તરીકે સ્વીકારવા ઉપરાંત એને પરમાત્મા, પ્રકૃતિ અને બુદ્ધિ તરીકે પણ ગણવામાં આવે છે. તે જ પ્રમાણે તેને ધર્મ, ઈશ્વર કે સદ્ગુણ તરીકે પણ ગણવામાં આવે છે. એથી અહીં આપણે એ બંને શબ્દોને અર્થ સમજવા પ્રયત્ન કરીશું. 2, “તાઓને અર્થ : “તાઓ” કેટલીક વેળા “માગ” અથવા “રસ્તના અર્થમાં વપરાય છે. 20 કેરસ, કેનન ઑફ રિઝન ઍન્ડ વચ્ચું, પા. 71-72