________________ ચીનના ર૭૭ પિતા અથવા પુત્રની ચાલચલગતમાં એકબીજાએ દેશે કાઢવા નહીં, એમાં જ પુત્રભક્તિ અને પિતૃભક્તિ રહેલી છે. 17 સામાન્ય રીતે પ્રત્યેક માનવીએ કેળવવા યોગ્ય સગુણોને ઉલ્લેખ આમ કરવામાં આવ્યો છે? “ડહાપણું, પરોપકાર અને સહનશીલતા એ સદગુણે બધાને માટે છે.”૧૮ કયુશિયન ધર્મના “લી” અને “જેન”ના વિચારમાં પ્રસ્થાપિત થયેલી આચારસંહિતા માનવ-માનવ વચ્ચેના પરસ્પરના એગ્ય સંબંધે પર ભાર મૂકે છે. આપણે શરૂઆતમાં એ જોયું કે સમાજ અને સંસ્કૃતિના નવસર્જનને માટે કન્ફયુશિયસ પ્રયત્નશીલ હતા. એ પ્રસ્થાપિત કરવાને માટે પદ્ધતિસરને માર્ગ એમણે અપનાવ્યું. સમાજની સુદઢતા ત્યારે જ પ્રાપ્ત થાય જયારે કુટુંબ સુદઢ હાય, અને વ્યક્તિની સુદઢતા વિના કુટુંબની સુદઢતા કઈ રીતે શક્ય બને? આથી જ કન્ફયુશિયસે એક એવા માનવને આદર્શ તરીકે ખ્યાલ આપ્યો, જે અન્ય લેકને નહીં પરંતુ આ લેકને જ હોય, જે આદર્શ તરીકે દૂર કયાંક નહીં પરંતુ સમાજમાં જે જીવતા હોય, જેને ગૂઢ પ્રશ્નો સાથે ઝાઝી નિબત ન હોય, પરંતુ એ એવો માનવ હેય જે પિતાના ભૂતકાળના વારસાથી પરિચિત હોય અને તે માટે આદર દાખવતે હેય. પરંતુ એની સાથે જ એ દષ્ટિ અને બુદ્ધિના દ્વાર બંધ ન કરતાં, જે સમયે જે પરિસ્થિતિ અનુસાર માનવવ્યવહાર માટે જે કંઈક કરવાનું યેગ્ય હેય એ કરવાને માટે કટિબદ્ધ બને. આવા માનવના ઘડતર માટે કન્ફયુશિયસે એમની વિચારણા રજૂ કરી. શ, તાઓ: ઉપર રજૂ કરેલી વિચારણું મુખ્યત્વે કરીને સામાજિક અને નૈતિક સ્વરૂપની રહી છે. આમાં ધર્મ કયાં ? એવો પ્રશ્ન કઈ કરી શકે. પ્રત્યેક ધર્મ, નીતિને મહત્ત્વનું સ્થાન આપે છે અને તે અનુસાર કન્ફયુશિયનધર્મ પણ એને એવું સ્થાન આપે એ સમજી શકાય. પરંતુ શું માનવીએ એકમેકની સાથેના યોગ્ય વ્યવહાર કરવા સિવાય બીજું કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી ? જે માનવને પરસ્પર વ્યવહાર જ સર્વસ્વ હોય એ ધર્મ માત્ર નીતિધર્મ કે સમાજ 17 એજ, 13-: 182 18 સેક્રેડ બુકસ ઓફ ધી ઇસ્ટ, 28 : 313 19 કન્ફયુશિયસ કહે છે: “જો તમે તમારા ખરા કાર્યક્ષેત્રની બહાર જઈ બીજા * સુંદર અને ગૂઢ સિદ્ધાંતે શેધવાનો પ્રયત્ન કરશે તથા વિચિત્ર અને અભુત - પ્રયોગ કરવા માંડશે, તે તમે ખરાબ માણસ તરીકે લેખાશે.” તેમ-પા. 15