________________ ચીનનાધર્મો 287 લાએબેએ પ્રારબ્ધ, પ્રાયશ્ચિત્ત અને પુનર્જન્મ અથવા તે કાર્યના પરિણામની વાત કરી જાણવામાં નથી. અહીંયાં આ ત્રણેય વિચાર પણ રજૂ થયેલા છે. પાછળથી અવનતિના માર્ગે વળેલા તાઓમાગના પતનની પૂર્વભૂમિકામાં આવી આજ્ઞાઓને શું અને કેટલો હિસ્સો છે, એ સ્પષ્ટ રીતે નિણત ન કરી શકાય તે એને કંઈક હિરો હોઈ શકે અને તે ઇન્કાર કેમ કરી શકાય ? 5. લાઓત્રે દેવ તરીકે ? કર્યુશિયનધર્મના અનુયાયીઓએ કન્ફયુશિયસના મૃત્યુ પછી જેમ એમને દેવસ્થાને સ્થાપ્યા હતા તેમ જ લાઓત્રેના અનુયાયીઓએ પણ કર્યું. પિતાને વિશે લાઓછેએ કહ્યું છે: “જગતમાં બધા મને મેટો કહે છે પણ હું સામાન્ય પદાર્થ જે છું. આમ છતાં, મારી પાસે ત્રણ કિંમતી ભંડાર છે–દયા, કરક્સર અને દીનતા.૩૫ લાઓએના મૃત્યુ પછી એમના અનુયાયીઓએ લાઓના આવાં વચન પર આધાર નહીં રાખતા તેમને દેવસ્થાને બેસાડી દીધા. પ્રત્યેક પ્રજામાં અને પ્રત્યેક ધર્મમાં આવી એક પ્રક્રિયા આપણે હંમેશા જોઈએ છીએ. વ્યક્તિને માટેના મમત્વમાંથી આદરભાવ ઉત્પન્ન થાય છે. એ આદરભાવ પૂજ્યભાવમાં પરિણમે છે, અને પૂજ્યભાવમાંથી પૂજન નીપજતા તે વ્યક્તિને દેવસ્થાને બેસાડી દેવામાં આવે છે. વ્યક્તિને બેધ અગત્યને રહેતું નથી, એની પૂજા મહત્વની બને છે. આમ, તત્વ વિસરાય છે અને રૂઢિ પ્રચલિત બની છે, સત્ય વિસરાય છે અને પડછાયો સચ્ચાઈનું સ્થાન લે છે. લાઓ વિશે પણ આમ જ થયું. ઈ. સ. ૧૫૬માં લાઓઝેના માનમાં યજ્ઞ કરવાનો રાજ્યહુકમ બહાર પડે. ઈ. સ.ના ચોથા સૈકામાં લાઓને “વૃદ્ધકુમાર'નું બિરુદ આપીને એમની પૂજા થવા માંડી. ઈ. સ. ૧૮૬માં લાઓના જન્મસ્થાનમાં મંદિરોને જીર્ણોદ્ધાર થતા હતા ત્યારે લાબેના અનેક અવતાર થયા છે એ એક શિલાલેખ ત્યાં મૂકવામાં આવ્યું.૩૬ - ઈ. સ. ૧૧૧૬માં લાઓને દેવ તરીકે માનવામાં આવ્યાં.૩૭ 35 તાઓ-તે-કિંગ, 67 : 1-2 36 સેક્રેડ બુક્સ ઓફ ધી ઇસ્ટ, 40 : 31-313 137 સુથીલ થી રિલિજિયસ ઓફ ચાયના, પા. 82