________________ ચીનનાધર્મો 283 કોઈપણ પ્રકારને આડંબર રાખ્યા વિના બધા પદાર્થોને ઉત્પન્ન કરનાર અને તેમને ટકાવી રાખનાર.”૨૫ - “સર્વ વ્યાપક, ઉત્પાદક. 26 “બધાને પિતા”૨ 7 માતાના જેવો.૨૮ તાઓ પોતે જે નિષ્ક્રિય હેય તે સૃષ્ટિની ઉત્પત્તિની આ ક્રિયા કેવી રીતે? સમજાવી શકાય ? તે સમજાવવા માટે તે તત્ત્વને આધાર લેવાય છે. સર્વ જીવોને ઉત્પત્તિ આપનાર “તે” છે. જ્યારથી “તેમાં પ્રવૃત્તિ શરૂ થાય ત્યારથી “તે” અશુદ્ધ થાય છે. જગતની ઉત્પત્તિને અહીં રજૂ થયેલ ખ્યાલ, અન્ય ધર્મોમાં મળતા, જગતની ઉત્પત્તિના ખ્યાલની સાથે સરખાવી શકાય. 4. તાધર્મનું નીતિશાસ્ત્ર ? ' જેમ ધાર્મિક વિચારમાં, તેમ નીતિવિષયક વિચારમાં પણ કર્યુશિયસ અને લાઓઝેની વિચારધારામાં ફેર છે. કન્ફયુશિયસ તે નુકસાનને બદલે ન્યાય અનુસાર નુકસાનથી જ વાળવો જોઈએ, અને સજજનતાની સાથે સજ્જનતા બતાવવી જોઈએ એમ કહે છે.૨૮ પરંતુ લાઓત્રેની નૈતિક ભાવના કયુશિયસ કરતા વિકસિત થયેલી માલુમ પડે છે, કારણ કે તેઓ કહે છે કે નુક્સાનને બદલે દયાથી વાળો 30 અને વળી આની વધુ સમજ આપતા તેઓ જણાવે છે, “જેઓ મારી સાથે સારી રીતે વર્તે છે તેમની સાથે તે હું સારી રીતે વતું જ; પરંતુ જેઓ મારી સાથે સારી રીતે વર્તતા નથી તેમની સાથે પણ હું તે સારી રીતે જ વસ્તુ છું. આ પ્રમાણે બંધાયે સારી રીતે વર્તવું જ પડે છે. જેઓ મારા તરફ શુદ્ધ ભાવ રાખે છે તેમના તરફ હું શુદ્ધભાવ રાખું છું, પરંતુ જેઓ મારા તરફ શુદ્ધભાવ 25 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 51 : 3-4 26 એજ, 34 : 1-2 . 27 એજ, 4 : 1 28 એજ, 1 : 2 ર૯ એનાલેસ, 14 H 36 : 3, 30 તાઓ તે–કિંગ, 63 : 2