________________ ચીનનાધર્મો 281 તાઓ શબ્દ દ્વારા જે નૈતિક હાર્દ રજૂ થાય છે તે એ છે કે માણસે પિતાની જાતને સમજવી જોઈએ અને તેના પર કાબૂ જમાવો જોઈએ. આની વધુ વિચારણા આપણે લાઓએ આપેલ નીતિશાસ્ત્રની વિચારણું વખતે હાથ ધરીશું. તાઓ” અર્થમાંથી જે તાત્વિક ભાવ નિષ્પન્ન થાય છે તેને તા-તેકિંગમાં પ્રાપ્ત થતા ત્રણ તાત્ત્વિક સ્તરે ઉલ્લેખ કરીને સમજાવી શકાય. એક તે “તાઓ” સૃષ્ટિથી પર (Transcendent) છે. “તાઓ નું વિશિષ્ટ રવરૂપ એ જ છે કે “તાઓને કેઈ નામ આપી શકાય એમ નથી. આની સુંદર રજૂઆત કરતાં બર્ટ કહે છે : 22 "The tao that can be tao'd Is by no means the real tao; The name that can be named Is by no means the real name" આમ છતાં, જે લાબેને એ માટે કઈક નામ આપવું જ પડે છે તેઓ તાઓને “મહાન 23 એવું નામ આપવાનું પસંદ કરે. તાઓ––કિંગમાં તાઓના બીજા પણ કેટલાક ગુણોને ઉલ્લેખ થયેલું જોવા મળે છે. જેમ કે, અપરિવર્તનશીલ, -એક, અનંત. બીજ, કેટલીક વેળા “તાઓને માટે "Named mother of all things"24 પણ વપરાય છે. તાઓના આ અર્થ વિશે ઘણો ગૂંચવાડો નીપજેલ છે. કયાં તે એને પરમતત્ત્વના અર્થમાં ઘટાવી શકાય, અથવા તે બહુ સ્પષ્ટપણે એને હેવન અને પૃથ્વીના ગતિશીલ સંપર્ક તરીકે ઓળખાવી શકાય કે જેમાંથી સમગ્ર - સૃષ્ટિનું સર્જન થયું છે અને જેના દ્વારા એનું સંચાલન થાય છે. ત્રીજું, તાઓને સામાન્ય વસ્તુઓના કારણ તરીકે પણ લેખવામાં આવે છે. આમ તાઓને અવર્ણનીય કહેવા છતાં તેનું વર્ણન અનેક શબ્દોમાં આપવામાં આવે છે. અનામી હોવા છતાં તે નામી બને છે. આમ, “તાઓ માં વિરોધાભાસી 22 મેન સીકસ ધી ડિવાઈન, પા. 87 23 લીન યુગ - પ્રકરણ 25 -24 , - પ્રકરણ 1 . . . . .. ?