________________ 274 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અનુરૂપ અને તેથી “લી” માટે માનસૂચક અથવા તે “લી થી વિપરીત, અને તેથી “લી” માટે માનભાવ વિનાનું છે એમ કહેવાય. ખ, જેન : કન્ફયુશિયસે આપેલો બીજે મહત્ત્વને વિચાર જેન છે. જે કન્ફયુશિયસે માત્ર “લી ”ની જ વાત કરી હોત તે તો એને ધર્મ સહજ રીતે પુરાણા ધર્મમાં સરકી જાત અને એ સંપૂર્ણપણે રૂઢિવાદી થાત. “લીમાં પુરાણાનો આદર નિશ્ચિત છે જ અને એમાં જે કંઈક ખૂટે છે તે “જેન ના વિચારમાં સમાય છે. માત્ર “લી” પુરાણાને પકડી પરિવર્તનને નકારે, પરંતુ “જેન” એ એવો વિચાર છે જે દ્વારા પુરાણાને વર્તમાન સાથે સાંકળીને તેને એની સાથે સુસંગત કરવામાં આવે છે. “લી’ શબ્દની જેમ “જેન’ શબ્દને સમાનાર્થી શબ્દ આપવો મુશ્કેલ છે. આ શબ્દને માટે સમાનાર્થી શબ્દ “સાચું માનવત”(True Manhood) એમ લીન યુટાંગ આપે છે. ડો. હ્યુજીસ આ શબ્દનો અર્થ માનવ–માનવતા ( Man to manness) તરીકે આપે છે. આ બંને અર્થોને અનુલક્ષીને આપણે જેનને અર્થ આ રીતે ઘટાવી શકીએ. “એક સાચો માનવી બીજા માનવીના સંબંધમાં યોગ્ય રીતે વ્યવહાર કરે તે.” જેનનું આ રીતનું અર્થઘટન, “જેન”માં “લી” સમાયેલ છે એમ સ્પષ્ટ કરે છે. “લી’ના આચરણ વિના “જેન’નું ઉદાહરણ આપી શકાય નહિ અને છતાં “જેન” અનુસારનું જીવન નહિ જીવવા છતાં “લી ને માટે આદર બતાવી શકાય. આમ “લી " અને “જેન”ને સંબંધ વિશિષ્ટ રીતને છે. પુરાતનના આદર તરીકે " લી” માટે માન હોવા છતાં, વ્યક્તિ જે રીતે એણે બીજી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવો જોઈએ એ ન પણ કરે. આવી વ્યક્તિ જેટલે અંશે લીને આદર કરે છે તેટલે અંશે તે રૂઢિવાદી બનશે. પરંતુ કયુશિયસે પ્રબોધેલ જેનના ખ્યાલ અનુસારનું જીવન નહિ જીવવાને પરિણામે એ વર્તમાન સમયને અનુરૂપ પરિવર્તન સ્વીકાર નથી; એમ થશે. “લી ને એગ્ય વ્યવહારના અર્થમાં ઘટાવીએ તે એ અનુસારના અન્ય માનવ સાથેના વ્યવહાર વિના " જેન'ના પ્રત્યક્ષીકરણ શી રીતે થઈ શકે ? એથી જ જેનના પ્રત્યક્ષીકરણ માટે “લી” અનુસારને વ્યવહાર અનિવાર્ય છે. આ બેની વચ્ચેનો સંબંધ કન્ફયુશિયસના એક કથનમાં સ્પષ્ટ થાય છે? " True manhood consists in realizing your true self and