________________ ૭ર ધર્મોનું તુલનાત્મક અધ્યયન વાત નથી; અહીંયાં તે એક સમૃદ્ધ અને સારું જીવન પ્રાપ્ત કરવાની તથા ઉત્તમ પ્રકારના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યની પ્રાપ્તિની વાત જોવા મળે છે. નવતર સંસ્કૃતિના ઘડતરને કાળે એના પુરાતન સંબંધને છેડો માનવ સદંતર ન ફાડી શકે એ સમજી શકાય એમ છે, અને છતાંય નવા વ્યક્તિ જીવનનાં મૂલ્યો, સમાજ જીવનનાં મૂલ્ય ઉપસ્થિત થાય એ પણ એટલી જ અગત્યની અને મહત્ત્વની વાત છે. અને આ પલટાતા સમયમાં, આ સાંસ્કૃતિક સંઘર્ષના કાળમાં આપણે એ સ્પષ્ટ જોઈ શકીએ એમ છીએ કે માત્ર અસ્તિત્વને વિચાર કરતા કંઈ વિશેષની, કંઈ મહાનની પ્રાપ્તિને માટે સમાજ અને સમાજના ઘડવૈયાઓ પ્રયાસ કરે છે. એમની સમક્ષ એક નવીન ભાવિ ખૂલે છે અને એની પ્રાપ્તિ કરવા માગ પણ સૂચવાય છે. કશિયસના બોધ અને કાર્ય વિશે ઘણાય વિચારકે તેમને રૂઢિચુસ્ત તરીકે સ્વીકારી, માત્ર ભૂતકાળની ગાથા ગાતા કવિ સિવાય એમને નવાજતા નથી. કોઈપણ પરિવર્તન એકદમ અને ત્વરિત રીતે આવતું નથી. ચીનની પ્રજાને માટે આદિમ. સંસ્કૃતિમાંથી નૂતન સંસ્કૃતિનું પરિવર્તન પણ એ જ રીતે આવે એ સહજ છે. આમ પણ કન્ફયુશિયસના જીવનકાળ દરમ્યાન લેકોએ એમને સ્વીકારવા અને આવકારવા જોઈએ એ રીતે એમને નહોતા સ્વીકાર્યા કે આવકાર્યા. કારણકે એમને આ વ્યક્તિ કંઈક જુદું જ કહેતી, કરતી અને આપતી લાગતી હતી. જે કન્ફયુશિયસે પિતાને એક પગ પુરાતન સંસ્કૃતિમાં રાખીને, બીજો પગ નવીન સંસ્કૃતિમાં મૂકવાને બદલે, સંપૂર્ણપણે નવીન સંસ્કૃતિમાં અડીખમ ઊભા રહી, એની સ્થાપનાના પ્રયાસ કર્યા હત, તે જિસસના જે હાલ થયા તે એમના પણ ન થાત ? આ તે પરિવર્તનને એક સામાન્ય ક્રમ છે, અથવા તે બૌદ્ધધર્મના જે હાલ હિંદુસ્તાનમાં થયા એ કન્ફયુશિયનધર્મના ચીનમાં થયાં ન હતા? કન્ફયુશિયસે ઉપદેશેલ વિચારમાંથી ત્રણ વિચાર મહત્વના છે.' ક. લી (Li) ખ. જેન (Jen) ગ. તાઓ (Tao) ક લીઃ કફ્યુશિયસનું એમ સ્પષ્ટપણે માનવું હતું કે એના સમાજને મહત્ત્વને પ્રશ્ન “લી” ના ગુમાવવાથી ઉપસ્થિત થયે હતું, અને સમાજના ઘડતર માટે તથા એના ઉદ્ધારને માટે “લી’નું પુન:પ્રસ્થાપન અતિ આવશ્યક હતું.