________________ ચીનનાધર્મો 273 લીને સમજાવતાં લીન યુટાંગ કહે છે : "In the narrowest sense, it means ' rituals ', 'propriety' and just 'goodness;' in the historical sense it means the rationalized system of feudal order (that was supposedly realized in the early Chau period ); in a philosophical sense it means an ideal social order with everything in its place'; and in a personal sense it means a pious, religious state of mind, very near to the word 'faith.' Among the chinese scholars, confucianism is known as the 'religion of Li', the nearest translation of which would be religion of moral order'. It subjects the political order to the moral social order, making the latter the basis of the former" - આમ “લી” એ વિવિધ અથી શબ્દ છે. એટલું જ નહિ પરંતુ એમાં એક કરતાં વધારે બાબતે સમાવિષ્ટ થયેલી છે એ પણ જોઈ શકાશે. એક તરફે એને અર્થ જે વિધિ થતું હોય, તે બીજી તરફે એને નૈતિક નિયમ” તરીકે અને કયુશિયનવાદના સમકક્ષ તરીકે પણ લેખવામાં આવે છે. “લીને અર્થ સમજવા માટે “વાજબી” શબ્દ એગ્ય રહેશે. જોકે આ શબ્દ પ્રજનમાં કફ્યુશિયસની રૂઢિવાદી બાજુ પર વધારે ભાર મુકાય છે, કારણકે વાજબીને નિર્ણત કરવાને માટે પરાપૂર્વથી શ્રેષ્ઠ તરીકે જે ચાલ્યું આવે છે એના આદર ઉપર ભાર મૂકવામાં આવે છે.૧૦ લી” એટલે સુગ્ય વર્તન, અને વર્તનનું ક્ષેત્ર સમગ્ર માનવજીવન અને સમાજજીવન પર પ્રસારિત છે. એથી “લી'ના અર્થમાં અનેક બાબતો સમાઈ જાય એ સહજ છે. વિધિ, વિનય, રૂઢિ વગેરેને આમાં સમાવેશ થાય છે. એટલું જ નહિ પરંતુ “લીની સાથે જે કંઈ સુસંગત હોય એ જ કરી શકાય, અને એની વિરુદ્ધ જે કંઈ હોય તેવું ન થઈ શકે–વિચારમાં, વાણીમાં કે વર્તનમાં—એ “લી ના આ અર્થમાં સમાવિષ્ટ છે. માનવીનું વર્તન ક્યાં તે “લીને 9 એજ, પા. 811. 10 ગ, એસ. એમ. ધી ચાઈનીઝ માઈન્ડ, ન્યૂયોર્ક, 1946, પા. 14 ધર્મ 18