________________ ચીનનાધર્મો 271 કોઈપણ એક વસ્તુ સદંતર સાચી છે કે સદંતર બેટી છે એ નિર્ણાયક રીતે કઈ રીતે કહી શકાય? એ જ પ્રમાણે જીવનના વ્યવહારમાં પણ બે અંતિમ છેડાની વચ્ચેના મધ્યમમાર્ગની કમ્યુશિયસ વાત કરે છે. કન્ફયુશિયસના આ મધ્યમમાર્ગને એક બાજુએ બુદ્ધના મધ્યમમાગ સાથે અને બીજી બાજુએ એરિસ્ટોટલના સદ્ગણુના સુવર્ણ મધ્યમ તરીકેના ખ્યાલની સાથે સરખાવી શકાય. ગ, મહાવિદ્યા (Great learning): આ પુસ્તકમાં “સગુણ”ની વાત કરવામાં આવી છે. સગુણ અને સદાચાર અંગે વિચાર આપણે જ્યારે આગળ કરીશું ત્યારે આને ઉલ્લેખ કરીશું. આ બંને પુસ્તક કલાસિકસમાં સમાવેલ વિધિ પુસ્તકનું વિસ્તરીકરણ છે. કન્ફયુશિયસે આ વિધિને જે રીતે ઘટાવી હતી અને એમના અનુયાયીઓએ જે રીતે એમને સ્વીકાર કર્યો હતો એના આધારે આ બે પુસ્તકમાં મૂળ કલાસિક પુરતકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ બે પુસ્તકોમાં વિવિધ વિષયો પરના કન્ફયુશિયસના વિચારોની વિગતવાર ધ પણ સમાવિષ્ટ છે. એમાં સમાવેશ થાય છેઃ વડે માણસ, માનવનું સાચું સ્વરૂપ, વિધિનું તાત્પર્ય, શિક્ષણ અને સંગીતનું શ્રેય, રાજ્યશાસ્ત્ર, કળા તથા સૃષ્ટિને નતિક કાયદે જેવા વિવિધ વિષય ઉપર કન્ફયુશિયસના વિચારો પણ આ બે પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. ઘ. મેન્સિઅસ (Book of Mencius) : કર્યુશિયસના મરણ પછી લગભગ બસો વર્ષે થયેલા મહાન કક્યુશિયન વિચારક બેંગઝે અથવા મેસિઅસના સિદ્ધાંતને આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમ કહી શકાય કે કન્ફયુશિયન ધર્મને સર્વ-ધર્મ સાહિત્યનું આ એક પુસ્તક નવીન ભાત પાડે છે. પદ્ધતિસરના ધાર્મિક અને તાત્ત્વિક તત્ત્વદર્શનમાં જેવી સુગ્રથિત રજૂઆત હેવી જોઈએ એવી આ પુસ્તકમાં પ્રાપ્ત થાય છે. 3. કન્ફયુશિયસના મહત્વના વિચારઃ કયુશિયસે રજૂ કરેલ કલાસિકસમાં આદિમ ચીન ધર્મ સાથે સંબંધ પ્રસ્થાપિત થાય છે એ ખરું, છતાં પણ એક નવતર સંરકૃતિનું સર્જન કરવા માટે તથા એક નવસર્જિત થયેલી સંસ્કૃતિને ઓપ આપવાને કર્યુશિયસને પ્રયાસ આ ગ્રંથમાં અદશ્ય રહેતું નથી. આદિમ ધર્મની માફક આ ધર્મ સાહિત્યમાં જીવનને સંઘર્ષ અથવા તે ભૌતિક અસ્તિત્વને માટેના સતત પ્રયાસની અહીંયાં