________________ ચીનના ર૬૯- ચીનના ધર્મમાં જે વિચાર અને આચાર પ્રચલિત હતા એને કયુશિયસે ભાષા દ્વારા વાચા આપી છે. કન્ફશિયસે લખેલા ધર્મસાહિત્યમાં બે મુખ્ય વિભાગ છે–પહેલા વિભાગમાં કલાસિકસનો અને બીજામાં બુકસને સમાવેશ થાય છે. કલાસિસ જ્યારે કન્ફયુશિયસે લખ્યા છે ત્યારે ગ્રંથ કન્ફયુશિયસના શિષ્યએ લખ્યા છે. 4. કલાસિકસઃ આ પાંચ કલાસિસમાંના એક સિવાય બાકીના બીજા બધા કયુશિયસના સમય પહેલાં પણ અરિતત્વમાં હતા અને કન્ફયુશિયસે તે માત્ર એનું પુનઃ સંસ્કરણ કર્યું છે એ એક મત છે. જો કે બધા જ કલાસિસમાં કન્ફયુશિયસની દૃષ્ટિ છતી : થાય છે. પાંચ કલાસિકસ નીચે પ્રમાણે છે. ક, શુકિંગ (Book of history): આ ગ્રંથ ચીનના ઇતિહાસ અંગે છે અને એથી એ ઇતિહાસ-ગ્રંથ તરીકે - ઓળખાય છે. ખ, શિકિંગ (Book of poetry): - આ ગ્રંથમાં ઐહિક તેમ જ ધાર્મિક કાવ્યને સમાવેશ કરવામાં આવ્યા છે. એથી એ ગ્રંથને કવિતા-ગ્રંથ કહેવાય છે. ગ, ઈકિંગ (Book of change) : ભવિષ્યમાં નીપજનારા સંભવિત પલટાઓનો સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. ભવિષ્યકથન વિશેની વિગતે આ ગ્રંથમાં આપવામાં આવી હોવાથી એનું નામ ભવિષ્ય-ગ્રંથ કહેવાય છે. ભવિષ્ય જેવાની ચીનની રીતે વિસ્મયકારી છે. કાચબાની ઢાલમાં વચ્ચે એક કાણું પાડી તે ઢાલને અગ્નિમાં શેક્યા પછી એના પર જે રેખાઓ ઊપજે તેને આધારે ભવિષ્ય જોવામાં આવતું. આ ઉપરાંત બીજી પણ રીતે અસ્તિત્વમાં હતી. ઘ, લીકી (Book of rites): આ પુરતકમાં વિવિધ વિધિઓ સંગ્રહવામાં આવી છે, એથી આ પુસ્તકને. વિધિ-ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે.