________________ 70 ધર્મોનું તુલનાત્મક અધ્યયન -. ચુન ચીફ (Spring & autumn annals): આ પુસ્તક કયુશિયસે પિતે લખ્યું છે અને એમાં ચાઉ વંશને ઈ. સ. પૂર્વે 722 થી ઈ. સ. પૂર્વે 481 સુધીને ઇતિહાસ આપવામાં આવ્યો છે. આ પાંચ કલાસિકસ ઉપરાંત કેટલાક લેખકે બીજા એક પુસ્તકને પણ કલાસિસમાં સમાવેશ કરે છે. એ પુરતકનું નામ “હસીયાઓ કિંગ” મા-બાપ તરફ ફરજને ગ્રંથ. આ ગ્રંથમાં સંતાનોએ એમના માતા-પિતા તરફ કેવી રીતને વર્તાવ રાખવો જોઈએ એની રજૂઆત થયેલી છે. કેટલાકનું એવું પણ મંતવ્ય છે કે છઠું ક્લાસિકસ સંગીતની વિચારણા કરે છે. 2. ચાર ગ્રંથો : કન્ફયુશિયન ધર્મસાહિત્યમાં પાંચ કલાસિકસ ઉપરાંત ચાર બુક્સને પણ સમાવેશ થાય છે. આ ચાર ગ્રંથે નીચે પ્રમાણે છે. ક. એનાલેકટ્સ (Analects): ચાર પુસ્તકમાં આ વિશેષ મહત્ત્વનું છે, કારણ કે કયુશિયસના ઉપદેશોને એમના શિષ્યોએ જાળવી રાખેલ ભાગ તેમ જ એમના ઉદબોધનોને આમાં સમાવેશ કરવામાં આવ્યું છે. જો કે આ રજૂઆતમાં કઈ વિશેષ પદ્ધતિ જોઈ શકાતી -નથી. આમ, એનાલેકસ એ કન્ફયુશિયસના વચનામૃતનું પુસ્તક છે. ખ, મધ્યમમાર્ગ (Golden mean) : આ પુસ્તકમાં સર્વ પ્રકારે મધ્યમતા શી રીતે જાળવવી તેની વાત કરવામાં આવી છે. કન્ફયુશિયસને મધ્યમમાર્ગને ઉપદેશ મહત્ત્વને છે. આ અંગે એક નાને પ્રસંગ નેંધ ઠીક રહેશે. કન્ફયુશિયસને પૂછવામાં આવ્યું, “અપકારને બદલે ઉપકાર” એ વિશે આપનો શું મત છે? આ પ્રશ્નના ઉત્તરમાં કન્ફયુશિયસે પહેલાં તે એક સામે પ્રશ્ન પૂછે, “તે ઉપકારને બદલે શું?” અને પછી જવાબ આપ્યો “તમે -અપકારને બદલે ન્યાયથી અને ઉપકારને બદલે ઉપકારથી કરો.”