________________ ર૬૬ ધનું તુલનાત્મક અધ્યયઃ 7. પરિવર્તન અને ગતિશીલતા : હિંદુધર્મમાં પરિવર્તનને વિચાર સાતત્ય પર આધારિત છે. પરમ તત્ત્વ અનાદિ અને અનંત છે અને એમાં પરિવર્તન શક્ય નથી. ગ્રીક વિચારધારામાં પણું સાતત્યને ખ્યાલ ભારપૂર્વક રજુ થયું છે. એમ તે ભારતીય અને ગ્રીક વિચારધારામાં સાતત્યના ખ્યાલ સાથે પરિવર્તનને ખ્યાલ પણ અપાયે જ છે. પરંતુ પરિવર્તનના ખ્યાલને પ્રજાના બહુજન સ્વીકૃત સિદ્ધાંત તરીકે સ્થાન મળ્યું નથી. ચીની વિચારધારા એ માન્યતા ધરાવે કે ગતિ, પ્રક્રિયા, પરિવર્તન હંમેશા થતું જ હોય છે. બર્ટ કહે છે એ પ્રમાણે ચીનની ભાષામાં પશ્ચિમના “દવ્ય ’ને. ( substance) બોધ રજૂ કરી શકે એવો એકેય શબ્દ નથી”૬ કદાચિત આ જ કારણથી બૌદ્ધધર્મને ચીનમાં રવીકાર થયો હોય અને કદાચિત આ ગતિશીલતાના વિચારને અનુલક્ષીને જ ચીની તત્વચિંતકેએ. પરમતત્વને માર્ગ તરીકે સૂચવેલ હશે. ચીનના ધર્મો આ મૂળભૂત વિચારેને સ્વીકાર કરે છે. ખાસ કરીને કન્ફયુશિયસ અને લાઓ એને સંપૂર્ણ પણે સ્વીકાર કરે છે. પરંતુ એ બંને એ ભાગની પ્રાપ્તિના અલગ અલગ માર્ગો સૂચવે છે. લાઓ કહે છેઃ “જે તૃષ્ણાઓ દુઃખ તરફ દોરી જાય છે એને દૂર કરે.” કન્ફયુશિયસ કહે છે: “તમારી તૃષ્ણાઓમાં એકરાગિતા લાવો જેથી એ દ્વારા સુખ પ્રાપ્ત કરી શકાય.” અને એ બેની વચ્ચે આ તફાવત તાત્ત્વિક દષ્ટિએ કદાચિત બહુ મહત્ત્વને ન હોય તે પણ ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. આથી જ ચીનના આદિમ ધર્મમાં રજૂ થયેલા વિચારે અને વિધિઓ, એ બંનેએ સ્વીકાર્યા છતાં, અને ચીની પ્રજાની વિશિષ્ટતાને અનુરૂપ એવા કેન્દ્રવતી ધાર્મિક વિચારે બનેએ આવકારવા છતાં, એ બંનેના ધર્મો અલગ રહ્યા છે. આમ છતાં, એ ધર્મોના વિકાસમાં તેમ જ એ બે ધર્મો સાથે બૌદ્ધધર્મના ચીની પ્રજાના સ્વીકારમાં, એક પ્રકારનું એકત્વ પ્રાપ્ત થયું છે. એ સંભવિત છે કે જે ધર્મોની પશ્ચાદભૂ આટલી બધી સમાન હોય એ ધર્મ અનુયાયીને મન અલગ રહેવા નહિ પરંતુ સંમિલિત થવા સર્જાયેલ છે. હવે આપણે ચીનના મુખ્ય ધર્મો : કન્ફયુશિયનધર્મ, લાઓત્રેને ધર્મ અને ચીની બૌદ્ધધર્મની વિચારણા હાથ ધરીએ. 6 બર્ટ, પા. 146-147.