________________ ચીનનાધર્મો ર૬પ Man is the heart & mind of Heaven & Earth, and the visible embodiment of the five elements. He lives in the enjoyment of all flavours, the discriminating of all notes & the enrobing of all colours. 4 રજાનું દેવીપણું ચીનના આદિમ ધર્મમાંથી આ વિચાર પણ ચીનના આધુનિક ધર્મમાં ઊતરી આવ્યો છે. રાજ્યકર્તા એક દૈવીશક્તિ તરીકે સ્વીકારાયા છે અને એમણે એમની પ્રજાને અનુકરણીય દષ્ટાંત પૂરું પાડવાનું છે. એમ પણ મનાયું છે કે જે રાજા પોતાના કર્તવ્યમાંથી ચૂકે તે એના જે સામાજિક પરિણામે નીપજે તે ઉપરાંત ભોતિક સૃષ્ટિમાં પણ વિચિત્ર પરિણામ નીપજે. રાજા એ પ્રજાજન અને હેવનની વચ્ચેની સાંકળ સમાન છે. 5. સાધુ : પ્રત્યેક સમાજમાં એમના પયગંબરો અને પૂજારીઓ, સંતો અને પુરોહિત હેય છે; પરંતુ ચીનની પ્રજા સાધુને આદર આપે છે. એમનામાં જ બધાં કાર્યોનું સંમિશ્રણ થાય છે. તેઓ જ નૈતિક ગુરુ છે અને નૈતિક નેતા પણ એ જ છે. રાજાને સલાહ પણ તેઓ જ આપે છે અને વ્યક્તિગત અને સામાજિક સમસ્યાનો પુરાણું સૂની સાથે કેવો સંબંધ છે એનું અર્થઘટન પણ એ જ આપે છે, ચીનના ધર્મો સમજવાને માટે સાધુત્વના ખ્યાલને અને સાધુના આદરને વિચાર સમજ જોઈએ. કેટલીક વેળા સાધુઓને માટે આદર સાધુને ઈશ્વરી અવતારની કક્ષામાં મૂકવામાં પણ પરિણમે છે. કફયુશિયસના કેટલાક અનુયાયીઓએ એમને આવા નવી અવતાર તરીકે આલેખ્યાં છે. 6. સુવર્ણયુગ H પ્રત્યેક પ્રજાને પિતાના ભૂતકાળમાં એક એવો યુગ માલૂમ પડે છે જેને એ સુવર્ણયુગ તરીકે આલેખે અને જે પ્રાપ્ત કરવાની એ ખેવના કરે. ચીનમાં પણ આવા સુવર્ણયુગના વિચારને સ્વીકાર છે અને ચાઉ વંશના શરૂઆતનાં વર્ષોને આવા સુવર્ણયુગના સમય તરીકે ગણવામાં આવે છે.