________________ 263 ચીનના ધર્મો સંસ્કૃતિ બળવાન બને જતી હતી તે વેળા ચીનની અંદર બૌદ્ધધર્મ અને બીજા ધર્મોને પ્રવેશ અને સ્વીકારે આ વાતની સાક્ષી પૂરે છે. પાંચ, લૌકિકતા સામાન્યપણે એમ કહી શકાય કે ચીનની પ્રજામાં એક પ્રકારની લૌકિતા નજરે પડે છે. લાઓત્યેના બેધમાં આ સ્પષ્ટપણે પ્રત્યક્ષ થતી નથી, તેયે ઈહલેકની ભાવના એમનામાં પ્રબળ છે. આ જીવન અને આ દુનિયામાં જે કંઈ એક થઈ શકે એ કરવાને એમને પ્રયાસ હોય છે. કેઈક અંતિમ ધ્યેયને ઇન્કાર કરવામાં આવતું નથી, તેયે એની જ પ્રાપ્તિ માટે જે કંઈક પ્રાપ્ત છે તેને ગુમાવવાની એમની તૈયારી નથી. છે, મૂલ્ય પદ્ધતિ ચીનની પ્રજાની મૂલ્ય પદ્ધતિ વિશિષ્ટ પ્રકારની છે. ભારતમાં સમાધિમગ્ન સાધુ કે ઈશ્વરપ્રાપ્તિ મેળવનાર સંતને, અને પશ્ચિમની સંસ્કૃતિમાં દ્રવ્યમાન વેપારી નેતાને, સમાજ માળખામાં મોભાભર્યું સ્થાન આપવામાં આવે છે, ત્યારે ચીનમાં આવું સમાજ પ્રતિષ્ઠાનું સ્થાન વિદ્વાનને અને સાધુ પુરુષને આપવામાં આવ્યું છે. એમની સમાજવ્યવસ્થામાં જ પ્રકારની વર્ગ વ્યવસ્થા ન હોવા છતાં એક પ્રકારને સમાજક્રમ તે નિશ્ચિત રહ્યો છે. 4. ચીની ધર્મના કેન્દ્રવતી વિચારે : આદિમ ચીનધર્મમાંથી પ્રાપ્ત થયેલ વિચારો, માન્યતાઓ અને રૂઢિને સ્વીકાર કરવામાં ચીનની આધુનિક સુસંસ્કૃત પ્રજાની કઈ વિશિષ્ટતાઓએ ભાગ ભજવ્યો છે એ આપણે ઉપર જોયું. આ બંનેને સમન્વય કરીને જ ચીનના ધર્મના મહત્ત્વના વિચારની રજૂઆત થઈ શકે. કન્ફયુશિયસધર્મ, તાધર્મ તેમ જ ચીનને બૌદ્ધધર્મ સમજવાને માટે ચીની ધર્મોના આ કેન્દ્રવતી વિચારે મહત્ત્વના છે, એથી આપણે એ વિચારને થોડો પરિચય મેળવી લઈએ. 1. તાઓ : તાઓ એટલે માગ. આપણે ઉપર જોયું છે કે ચીની પ્રજાની એક માન્યતા છે કે પ્રત્યેક વસ્તુને માટે એક સાચે માગ હોય છે. પ્રકૃતિ પણ સ્વયંભૂ રીતે એક સાચે માર્ગે આગળ વધે છે. એટલું જ નહિ પરંતુ “તાઓ” એ એક તાત્વિક સત્ય છે,