________________ 262 ધર્મોનું તુલનાત્મક અધ્યયન વિશિષ્ટતાઓ તેમ જ એમની માનસિક ખુમારીને ખ્યાલ મેળવવો જોઈએ. આ વિશિષ્ટતાઓ ચીનના આદિમ ધર્મના ઉપર રજૂ કરેલાં અંગોમાંથી તેમ જ ચીની સંતના ઉપદેશમાંથી મેળવી શકાય છે. 3. ચીની વિશિષ્ટતાઃ એક, વ્યવહારુતાઃ ચીની પ્રજાની આંખે ઊડી વળગે એવી વિશિષ્ટતા એમની પરિસ્થિતિના રવીકારની ભાવનામાં છે. વસ્તુઓ કે પરિસ્થિતિ સારી નથી માટે એની ચિંતા કરવી, એના કરતાં એ છે એમ જ સ્વીકારીને એમાંથી શ્રેષ્ઠ શું પ્રાપ્ત થઈ શકે એ માટે પ્રયાસ કરે જોઈએ એવી વ્યવહારુતા એમણે કેળવી છે. બે, વિનોદ: ચીની પ્રજાનો વિનોદ એ એની બીજી ખાસિયત છે. પિતાના પર થયેલ વિદ પણ એ આનંદપૂર્વક સ્વીકારી શકે છે, કારણ કે એ કદીયે પોતાની જાતને અતિ ગંભીરપણે સ્વીકારતા જ નથી. કદાચિત આ જ કારણથી ધર્મ અને રાજકારણમાં પશ્ચિમની પ્રજામાં જોવામાં આવતા જડવાદ અને ઝનુનવાદ એમનામાં જોવા મળતા નથી. ત્રણ, પૃથક્કરણને અભાવ: ચીનના તત્ત્વજ્ઞાનમાં તેમ જ સાહિત્યમાં ચીની લેખકે કદીયે વિરતૃત પૃથકકરણ આપવાનો પ્રયાસ કરતા નથી. એને બદલે તેઓ ફળદ્રુ૫ કલ્પના કે દૃષ્ટિ આપવાને પ્રયાસ કરે છે. ચીનાઓના વિચારમાં પૃથક્કરણનો અભાવ છે એમ કહેવાનું તાત્પર્ય નથી, કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે માનવને સ્પર્શતા પ્રશ્નોને એ પ્રાધાન્ય આપે છે અને એથી પ્રમાણુશાસ્ત્ર કે તત્ત્વવિદ્યા કરતાં, નીતિના પ્રશ્નોમાં એમને વધારે રસ હોય છે, અને એમાં પણ એ કઈ નીતિ સિદ્ધાંત આપવાને બદલે નીતિવ્યવહારની સૂઝ આપવાનું વધુ પસંદ કરશે. થાર, સહિષ્ણુતાઃ ઉપરની વિશેષતાઓમાંથી ફલિત થાય છે કે એમનામાં અન્ય વિચારધારાને તેમ જ વિરોધી વિચારપંથના તરફ સહાનુભૂતિ રાખવાની વૃત્તિ છે, પરંતુ એ સહાનુભૂતિની સાથે અન્ય વિચારણાના સ્વીકારની પણ વાત સમાઈ જાય છે. ચીનમાં જ્યારે કફ્યુશિયસધર્મ અને તાઓ ધર્મ સંપૂર્ણપણે ફેલાયા હતા અને ચીની