________________ 260 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રકારની અરક્ષિતતાની ભાવના અને ચિંતા ઘર કરી બેઠી હતી. નૈતિક સુસંગતિ વિલેપ થતી જતી હતી અને વાર્થતા, બિન જવાબદારી, નફિકરપણું વગેરે સમાજના નેતાઓમાં વધતા જતા હતા. ચીનના આ સમયના તાવિક અને ધાર્મિક નેતાઓને માટે આ એક પડકાર હતો અને આ પડકાર ઝીલવાને માટે એ જ સમયમાં ચીનની મહાન ચિંતકે પ્રત્યક્ષ થયા. આમાં કન્ફયુશિયસ, લાઓ છે, મોભે. મેશિયસ, યંગચુ, સુન્સિ વગેરેને ઉલ્લેખ કરી શકાય. આ સમયની મુખ્ય સમસ્યાને ઉલ્લેખ કરતાં લેટોરેટ કહે છે: “ચાઉ વંશના વિચારકેએ પિતાની સમક્ષ જે પ્રશ્ન રાખે તે આ હતો : સમાજને શી રીતે ઉગારી શકાય ? દેવ અને માનવનું સ્વરૂપ, સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે પ્રશ્નોનું મહાત્મય એટલું ન હતું. . ઈશ્વર અને માનવજીવનના ધ્યેયલક્ષી પ્રશ્નોની નહિ, પરંતુ સમાજના ઉદ્ધારની જમાં આવી પરિસ્થિતિ સર્જાય છે, જ્યારે તાત્વિક રવરૂપના પ્રશ્નો પશ્ચાદભૂમાં હડસેલાય છે અને વ્યક્તિ અને સમાજને ઉદ્ધારક એવા મહત્વના પ્રશ્નો વિચારાય છે અને માર્ગો શોધાય છે. આમાં ઉદાહરણરૂપે, જૈનધર્મ અને બૌદ્ધધર્મ ઉપરાંત, વિવિધ ધર્મોમાં લગભગ સમાન સામાજિક સંજોગોમાં ઉપસ્થિત થયેલા જે તે. ધાર્મિક પંથને, ટાંકી શકાય. આ પ્રકારના સંજોગોમાં જ્યારે કેઈપણ સમાજ મુકાય છે ત્યારે એના સમાજ ઉદ્ધારકે, એના ધર્મનેતાઓ, એના ધર્મસ્થાપકે ભૂતકાળની ખોજ કરી તેના પર વર્તમાનનું ઘડતર કરી ભાવિની આશા શી રીતે આપે છે એ પ્રક્રિયાને કંઈક ખ્યાલ ચીનના ધર્મોએ આવા સંક્રાંતિ કાળમાં પોતાના ધર્મોની, પુરાણા ધર્મ પર આધાર રાખીને, શી રીતે થાપના કરી તે આના પરથી જાણી શકાશે. 2. સાંસ્કૃતિક વારસોઃ ચીનના ધર્મો સમજી શકીએ એ માટે પુરાણી ચીની પ્રજા અને એની સંસ્કૃતિ તથા એના પુરાણા ધર્મોના મહત્ત્વનાં તો, વિચારો, રૂઢિઓ વગેરેને ખ્યાલ પામ ઠીક રહેશે. આવાં છ તને આપણે અહીંયાં ઉલ્લેખ કરીશું. 2 3 લેટોરેટ, ધી ચાઇનીઝ, ધેર હિસ્ટરી ઍન્ડ કલ્ચર, ન્યૂયોર્ક, 1946, પા. ૭૦બર્ટ, પા. 133-134