________________ 2.10 ચીનના ધમે 1. પ્રારંભિક વિશ્વની સંસ્કૃત જાતિઓમાં ચીનનું અગત્યનું રથાન છે. ઈ. સ. પૂર્વે ૨૫૦૦થી લગભગ ઈ. સ. પૂર્વે ૧૧૦૦ના ગાળા દરમ્યાન ચીનની સંસ્કૃતિ ધીમે ધીમે ઊપસી. એની પુરાતન સંસ્કૃતિના આધાર ઉપર એણે એક ને ઓપ ધારણ કર્યો. પુરાણ સંસ્કૃતિના વિચારે અને તેની સંસ્થાઓમાંથી એણે એક કૃષિ સંસ્કૃતિનું નિર્માણ કર્યું. આ પ્રક્રિયા ઘણો લાંબો સમય ચાલી અને એ દરમ્યાન ચીનમાં અનેક રાજ્યવંશ પલટો થયે. એ સમગ્ર યુગ–વિભાગને નીચે પ્રમાણે રજૂ કરી શકાય.' શાંગ વંશ પછી ચાઉ વંશનું રાજ્યસન લગભગ ઈ. સ. પૂર્વે 256 સુધી રહ્યું. આ ગાળા દરમ્યાન જ ઈ. સ. પૂર્વે ૫૫૧માં કન્ફયુશિયસ જન્મ થયો. ચાઉ વંશ દરમ્યાન યુરોપના મધ્યકાલીન ક્યુડલ વ્યવસ્થા જેવું રાજકીય અને સામાજિક માળખું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ ઈ. સ. પૂર્વે ૮પ૦ના અરસામાં આ માળખામાં નબળાઈ પ્રવેશી ચૂકી હતી. કેન્દ્રવતી કાબૂ લગભગ અદશ્ય થયો હતું અને આજુબાજુના સુબા પિતે સામંત બની બેઠા હતા અને અંદરોઅંદર સત્તાને માટે ઝઘડતા હતા. કાયદા અને વ્યવસ્થાના રાજ્યને અભાવ હતું. એક 1 બટ, મેન સીકસ ધી ડિવાઈન, હાર્પર, 1957, પા. 191