________________ ચીનનાધર્મો રા એક, હેવનનો ખ્યાલ: જગતની એક સર્જક અને સંચાલને સત્તા છે અને એ જ વ્યવસ્થાનું નિર્માણ કરે છે. આવી સત્તા તે હવન. એ, ઈંગ અને ચીનને ખ્યાલ : - આ બંને મૂળભૂત બળોને પરિણામે વસ્તુઓની ઉત્પત્તિ થાય છે અને સૃષ્ટિને ક્રમ નમે છે એમ મનાતું. સામાન્ય રીતે હેંગ વિધિવાચી અને ચીન નિષેધવાચી બળ તરીકે ઓળખાતા. ત્રણ કુટુંબભાવના : આદિમ ચીન જીવનમાં કુટુંબ એક મહત્વની સંસ્થા છે. સામાજિક સદગુણોને અર્થ એમાંથી જ પ્રાપ્ત થાય છે અને એ સદ્ગણોની પ્રેરણું પણ એમાંથી મળે છે. આ ઉપરાંત કુટુંબ સંસ્થા પ્રત્યેક સામાજિક સંસ્થાને એક આદર્શ નમૂને પૂરે પાડે છે. ચાર, પૂર્વજોનું માનઃ પૂર્વજોને માટે ચીની પ્રજામાં ખૂબ આદર છે, અને એથી એમના તરફ માન દર્શાવવાને માટે ચીનની આદિમ પ્રજા કેટલીક વિધિઓ પણ કરતી. પાંચ, વિધિ પ્રત્યેક આદિમ જાતિની જેમ ચીનની જાતિમાં પણ વિધિનું સ્થાન સ્વીકારાયું છે. પ્રત્યેક વિધિનું એગ્ય રીતે પાલન થવું જોઈએ અને જે તેમ ન થાય તે એનાં વિપરીત પરિણામો નીપજે છે. છ, રાજ્યકર્તાનું દેવી સ્વરૂપ જાપાનના શિધર્મની જેમ ચીનની આદિમ પ્રજામાં પણ રાજયકર્તાને માટેનું એક વિશિષ્ટ સ્થાન છે. નીતિ તેમ જ ધર્મમાં એને ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે. રાજ્યકર્તાને હેવનના પુત્ર તરીકે સ્વીકારીને સમસ્ત પ્રજાના પિતા તરીકેનું સ્થાન અપાય છે. ચીનની પ્રાચીન ધાર્મિક સંસ્કૃતિનાં આ અંગેને ચીનની પ્રજા બે એમના સંસ્કૃતિમય ઉદયકાળે પણ કેમ અગત્ય આપ્યું અને એમને કેમ સાચવી રાખ્યા અને તેમને નકાર ન કરતાં તેમનું આધ્યાત્મીકરણ કેમ કર્યું એ પ્રશ્ન ઉઠે એ સ્વાભાવિક છે. આ પ્રશ્ન યોગ્ય રીતે સમજી શકાય એ માટે ચીનની પ્રજાની