________________ 264 ધર્મોનું તુલનાત્મક અધ્યયન જેને અનુલક્ષીને માનવી પિતાની આકાંક્ષાઓ બાંધી શકે અને પિતાને નીતિવ્યવહાર વ્યવસ્થિત રીતે ગોઠવી શકે. માનવને “તાઓ” અને હેવનને “તાઓ” બે એક નથી અને છતાં હેવનના તાઓમાં માણસના નૈતિક જીવનનો માર્ગ સમાવિષ્ટ થયેલું જ છે. ઉપરાંત તાઓ” એક રહયવાદી અનુભવનું પણ સૂચન કરે છે. આમ, તાઓ શબ્દ વિવિધ સ્વરૂપે અવનવા અર્થોમાં વપરાયેલ છે, અને એથી ચીનની વિચારધારામાં એનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. 2. હેવન : ચીનના આદિમ ધર્મમાંથી " હેવન ને વિચાર શી રીતે પ્રાપ્ત થાય છે એ આપણે ઉપર જોયું. વિશ્વમાં પ્રવર્તતી એકરૂપતા અને ક્રમ તેમ જ વિશ્વની વ્યવસ્થા આ સિદ્ધાંતને આધારે છે. પરંતુ હેવન પિતે સંપૂર્ણ સ્વતંત્ર હેઈને એણે સૃષ્ટિ પાસેથી કંઈ જ લેવાનું નથી અને એ સૃષ્ટિને નૈતિક આદર્શ આપે છે. આ વિશે ફેક કહે છે : “હેવન સદગુણ વર્ણવે છે. દરેક વસ્તુ પર એ પડે છે અને એમાંથી જ સગુણ સર્જાય છે. હેવન તે માત્ર આપે જ છે અને બદલામાં કંઈ લેતું નથી. પરંતુ, આથી જ બધા જીવો એમના તરફ વળે છે અને એમને સગુણ સર્વશ્રેષ્ઠ રહે છે. પૃથ્વી તે બીજને સંગ્રહે છે, એને વિકાસ પણ થવા દે છે. પરંતુ એ તે આપે પણ છે અને તે પણ છે—જેમકે મૃત્યુ પછી પૃથ્વી માનવદેહને રવીકાર કરે છે. આથી પૃથ્વી અને હેવનના સગુણમાં હેવનને સગુણ સર્વોચ્ચ છે.” હેવનને ઉપયોગ કેટલીક વેળા ઈશ્વરના અર્થમાં અથવા સર્વ શક્તિ એ અર્થમાં અને કેટલીક વેળા પ્રકૃતિને નિયમ અથવા તે પ્રારબ્ધ એ અર્થમાં થાય છે. "Heaven knows me" એ આગલા અર્થ માટે અને "Decree of Heaven' પાછલા અર્થ માટે વપરાય છે. 3. માનવ : સર્વ વિચારણાનું કેન્દ્ર માનવ છે. સમાજમાં અને વિશ્વમાં માનવનું સ્થાન અતિ મહત્ત્વનું છે. માર્ગ પણ માણસને માટે છે, માણસ માર્ગને માટે નથી. માનવના, સમાજ અને સૃષ્ટિમાંના, મહત્ત્વપૂર્ણ સ્થાન અંગે કિલપ લિકિમાંથી, નોંધ કરી લખે છેઃ 4 ફોર્ક, એ : ધી વર્લ્ડ કસેસન ઓફ ધી ચાઈનીઝ, લંડન, 1925, પા. ૭ર, 5 કિલ, એમ. જી. : સીનીઝમ, શિકાગો, 1929, પા. 36