________________ 257 શીધર્મ આવી છે તે ખાસ કરીને તે જે પ્રાકૃતિક ધરણો એમને સ્વીકાર્યા છે તેને અનુલક્ષીને જ છે. આમ નિહન-ગીમાં કહેવાયું છે : “જે સત્ય બેલે છે તેને ઈજા થતી નથી. જે જૂઠે છે તેને અવશ્ય દુઃખ ભોગવવું પડશે.”૩૫ વળી, કહેવાયું છે: “વધારે પ્રમાણમાં ખાવાનું છોડી દે અને ભત્તિને ત્યાગ કરે. જે ખરાબ છે તેની નિંદા કરે અને જે સારું છે તેને ઉત્તેજન આપે. ધ કરશો નહિ. આંખોને લાલચોળ થવા દેશે નહિ. કેઈની ઈર્ષ્યા કરશો નહિ.”૩૬ આમ છતાં, ઈ. સ. ૧૧મી અને ૧૨મી સદીમાં જાપાનમાં નીતિવિષયક ખ્યાલે કંઈક સ્પષ્ટ બન્યા છે. એ સર્વને આધાર લેવામાં આવ્યો છે. શિધર્મને એ વિચાર કે રાજા ઈશ્વરી અંશ છે અને તેથી તેમના તરફ વફાદારી રાખવી જોઈએ, કન્ફયુશિયસધર્મને એ વિચાર કે માતા-પિતા તરફ પૂજ્યભાવ રાખવો જોઈએ અને બૌદ્ધધર્મને એ વિચાર કે જીવન અને મરણને તુચ્છ ગણવા જોઈએ, એ વિચારોને “બુસ”માં સમાવેશ કરવામાં આવ્યો છે. વીરપુરુષને માર્ગ તે બુસદે. પરંતુ આવા આધાર પર નિણત થયેલા કોઈનીતિવિષયક ખ્યાલોને લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું નથી. એ વિશે લખતા નીતાબે કહે છે : “બુસીદોના સિદ્ધાંત લખાયેલા ન હતા તે એનું સારું લક્ષણ છે, અને કદાચ ખરાબ પણ કહેવાય.”૩૭ આ બુસીદના સિદ્ધાંતો એક વિશિષ્ટ પ્રકારે અસ્તિત્વમાં આવ્યા હતા. જાપાનની લશ્કરી જમીનદારીની યેજનાને પરિણામે એને ઉદ્ભવ થયે હતો. એ જનાની સમાપ્તિ થતાં “બુદે'ના સિદ્ધાંત પણ અદશ્ય થયા. સંદર્ભ ગ્રંથસૂચિ અન્ડરવૂડ, એ. સી. : શિન્તઝમ, ધી ઇન્ડિઝનસ રિલિજિયન ઓફ જાપાન, લંડન, 1934. અન્ડરવુડ એચ. જી.: ધી રિલિજિયન ઓફ ઇસ્ટર્ન એશિયા, લંડન, 1930. 35 નિહાનગી, 1 : 317 36 એજ, 2 H 130 -131 37 ધી જાપાનીઝ નેશન, પા. 155-156 ધર્મ 17