________________ શૉધર્મ 255 બ્રહ્માને લિંગભેદથી પર રાખે છે એ કેટલું સૂચક છે ! પિતાના પુત્રને પૃથ્વી ઉપર જઈ ત્યાં રાજ્ય કરવાની આજ્ઞા આપ્યા પછી કહેવાયું છે : “સૂર્યદેવીએ રાજ્યને હવાલે પિતાના વંશજોને આપ્યો અને કહ્યું: મારા બાળકે દેવ તરીકે આ પૃથ્વીનું રાજ્ય કરશે. આ હેતુથી જ્યારથી આકાશ અને પૃથ્વી ઉત્પન્ન થયા ત્યારથી આ દેશમાં એક રાજ્યશાસન ચાલુ થયું છે. તેથી જગતનું નિયમન કરી જગતમાં વ્યવસ્થા કરવાનું કામ અમારા માથા પર આવ્યું છે !"30 સૂર્યદેવીએ તો એમના પુત્રને અને એમના વંશવારસોને રાજ્યાશન આપ્યું, અને દેવત્વ આપ્યું. પરંતુ જાપાનની પ્રજાએ પણ એ જ ભાવથી એને સ્વીકાર કર્યો એને ઉલ્લેખ અહીં મળે છે. “આઠ દ્વીપની ભૂમિ ઉપર સાક્ષાત દેવ તરીકે જે મહારાજા રાજ્ય કરે છે તે નામદારને હું આનંદ અને માનની લાગણી તરીકે દંડવત્ નમસ્કાર કરું છું.”૩૧ 6. પૂજા-પ્રાર્થના : શિધર્મમાં દેવદેવીઓની વિપુલતાને કારણે એમની પૂજા પણ વિવિધ પ્રકારની હોય છે. બધા દેવોમાં સૂર્યદેવી મહત્ત્વના હોઈ એમની પૂજા વ્યક્તિગત રીતે તથા સામૂહિક રીતે પણ કરવામાં આવે છે. ઈસે” નામના સ્થળનું જાપાનમાં ધાર્મિક મહત્વ છે. આ સ્થળ એક તીર્થસ્થાન પણ છે. આ જગ્યાએ જાપાનની પ્રજા તરફથી સરકાર સૂર્યદેવીની વિધિસર પૂજા કરાવે છે. આ સ્થળે “અમ–તેરસુ” સૂર્યદેવીના માનમાં એક મંદિર બંધાવવામાં આવેલું છે. આ જગ્યાએ પૂજા કરવા માટે, તેમ જ પૂજાવિધિ કરવા વિશે કહેવાયું છે. આ મંદિરમાં મધ્યભાગે એક ગાળ દર્પણ મૂકવામાં આવ્યું છે. કેમ જાણે આકાશના સૂર્યગાળાનું આ પ્રતીક ન હોય ! “અમ-તેરસુ એ પિતાના હાથમાં તે અમૂલ્ય દર્પણ લીધું અને કહ્યું, મારા બાળ ! તું જ્યારે આ દર્પણમાં જોઈશ ત્યારે હું એમ માનીશ કે તું મારી સામે જ જુએ છે. આ પવિત્ર દર્પણ તારી પાસે રાખ.”૩૨ વળી એ જ દર્પણ વિશે કહેવાયું છે, “આ દર્પણમાં અમારો જ આત્મા વસે છે એમ સ્વીકારીને તેની પૂજા 30 નિહાનગી, 2 H 198, 210 31 એજ, 2 : 217 ૩ર નિહેન-ગી, 1 : 83