________________ રાન્તધર્મ ર૫૩; સામાન્યપણે દેવની કલ્પનામાં ઉચ્ચતર અને શ્રેષ્ઠ સમાવેશ થાય છે. રિધર્મના દેવમાં વિવિધ પ્રકાર સંભવે છે. એ જાણવાને માટે શિધર્મના . નિહેન–ની ધર્મશાસ્ત્રોમાં કરવામાં આવેલા કેટલાક ઉલ્લેખ જોઈએ. સુસને નામના દેવ ઘણું ખરાબ સ્વભાવના હતા.૨૦ તેમની વતણૂક તદ્દન જંગલી હતી.૨૧ આ દેવ વિજય મળવાથી જુસ્સામાં આવી ગયા અને તેમણે ભાતના” ખેતરના શેઢા તેડી નાખ્યાં, ખાડાઓ પૂરી દીધા અને એક જીવતા જાનવરની ચામડી ઉતારી લીધી.૨૨ પછીથી બધા દેવોએ આ દેવ સુસવોને દંડ કર્યો. 23 એકઠા થયેલા દેવો સુસનેને કહેવા લાગ્યાં; તારી વર્તણૂક મલિન અને દુષ્ટ છે. 24 આખરે તેઓ બધાએ ભેગા મળી એને દેશનિકાલની સજા કરી.૨૫ પરંતુ એમ કરતાં પહેલાં આઠસો અયુત દેએ એકબીજાની સલાહ લીધી અને તદનુસાર તેની દાઢી કાપી નાખી તથા તેના હાથના અને પગના નખો પણ. કઢાવી નાખ્યા.૨૬ અનેક ધર્મોની પુરાણકથાઓમાં માનવસંધર્ષની જેમ જ દેવ સંઘર્ષની વાતો આવે છે અને એ જ પ્રમાણે માનવ આચરણના જેવા જ અને કેટલીય વેળા એથીયે બદતર કાર્યો દેવોએ કર્યાની વાત પુરાણ વાર્તાઓમાં સેંધાઈ છે. ધર્મના વિકાસના એક તબક્કે મનુષ્યની દેવભાવનાને વાચા આપવા માટે અનેક પ્રકારની દંતકથાઓ અતિત્વમાં આવે છે. વિવિધ ધર્મોમાં પ્રચલિત આવી દંતકથાઓની તુલના કરવી રસમય બને અને એમાંથી કંઈક નવીન પ્રકાશ પ્રાપ્ત થાય એમ પણ બને. પરંતુ 20 નિહાનગી, 1 : 20 21 એજ, 1 = 40 22 એજ, 1 : 41, 45, 47 23 એજ, 1 : 45, 49 24 એજ, 1 : 10 25 એજ, 1 : 57 26 એજ, 1 : 45