________________ 254 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એમ કરવું આપણે મર્યાદિત કાર્યક્ષેત્રની બહાર છે. આમ છતાં, આ દંતસ્થાઓ પાછળ જે આશય સંભવી શકે તે એ છે કે દેવોને માનવ કરતા ઉચ્ચસ્તરે સ્થાપવા છતાં એમનામાં પણ પતનની સંભવિતતા હોય, તે માનવના પતન માટેની સંભવિતતા એથી અનેકગણી છે. એટલું જ નહિ, આમાંથી બીજે નિષ્કર્ષ એ પણ નીકળે છે કે વિવિધ દેવોનું સ્તર માનવજીવનના સ્તર કરતાં ઊંચું હોવા છતાં, તે સ્તર ઈશ્વર સમાન કે પરમતત્ત્વ સમાન નથી. દેવનું સ્થાન માનવ અને ઈશ્વરની -વચ્ચે છે અને માત્ર એ જ દેવ ઈશ્વરસ્થાન પામી શકે જે શુદ્ધ દેવત્વનાં દર્શન કરાવી શકે. શિ ધર્મમાં પ્રકૃતિના દેવાની ભાવના પણ જોવા મળે છે. આ પ્રકૃતિ દેવેની ભાવનામાં પણ શિધમની “અમ-તેરસ " દેવી જે આકાશમાં પ્રકાશ પદાર્થ છે તેની ભાવના વિશિષ્ટ પ્રકારની છે. આ દેવી તે સૂર્યદેવી છે. એને વિશે કહેવાયું છે : “હે મહાદેવી ! તું ઊંચે આકાશમાં રાજ્ય કર.”૨૭ એ જ પ્રમાણે ચંદ્રને માટે પણ કલ્પના કરવામાં આવી છે અને તેમને સુકી–મિ એ ચંદ્રદેવનું નામ છે અને એમને માટે કહેવાયું છે કે હે દેવ! રાત્રીનું રાજ્ય તમે કરો.”૨૮ આ ઉપરાંત શિતધર્મમાં સ્વીકારાયેલા બીજા પ્રકૃતિ દેવોમાં “કગસે-” એટલે તારાઓના દેવ, ત-કીરી–બિમ એટલે ધુમ્મસના દેવી વગેરે છે. એ જ પ્રમાણે મિકાઓને પણ દેવસ્થાને સ્થાપીને તેમની પણ પૂજા કરવામાં આવે છે. પ્રથમ મિકાડોની ઉત્પત્તિ સૂર્યદેવીમાંથી થઈ છે અને એથી તેઓ પણ દિવ્ય છે. એ સૂર્યદેવી પિતાના પુત્રને પૃથ્વી ઉપર રાજ્ય કરવાને માટે મોકલતા જે આદેશ આપે છે તેમાં જોવા મળે છે. “આ અન્નથી ભરેલી પૃથ્વી ઉપર જા અને ત્યાં રહી તેના ઉપર રાજ્ય કર.”૨૯ આમ, જાપાનના પ્રથમ મિકાઓ અમ-તેરસુ નામના સૂર્યદેવીમાંથી આવ્યા છે. આ સૂર્યદેવી જગતના સર્વનિયામક છે એ શિોધમને ખ્યાલ વિશિષ્ટ છે. બધા જ ધર્મોએ જગતના સર્વોપરી તત્વને સામાન્ય રીતે પુરુષ સ્વરૂપે જોયું છે. પરંતુ શિતધર્મમાં આ જગત સત્તાધીશ નારી સ્વરૂપમાં સ્વીકારાયેલ છે. હિંદુધર્મ ર૭ નિહાન–ગી, 1 : 32; કે––કી 43 28 એજ 1 = 32: કે-જી-કી 44 29 કો-છ–કી, 106-107