________________ 252 ધર્મનું તુલનાત્મક અધ્યયન 5. શિત્તાધર્મની વિભાવના : શિધર્મમાં દેવભાવના પ્રબળ છે એ આપણે ઉપર જોયું. આ ધર્મમાં દિવય દેવ, પ્રકૃતિ દેવ તેમ જ મિકાડો દેવના ઉલ્લેખ મળે છે. દેવને માટે જાપાની ભાષાને શબ્દ “કામીને અર્થ નિશ્ચિત નથી. પરંતુ એને અર્થ “ઉપર” એમ થાય છે. આ શબ્દની મુશ્કેલી અંગે હટન નોંધે છે: " જાપાનની મૂળ ભાષામાં આટલા બધા અર્થોથી ભરેલ એવો એક પણ શબ્દ નથી જેના વિશે જાપાની -અને પરદેશી ભાષાંતરકારને ઘણું મુશ્કેલી પડી હેય.૧૭ શિધર્મની દેવભાવતા વિશે શિધર્મના પ્રખર વિદ્વાન મંત્રીએ આ પ્રમાણે કહ્યું છે: “એકલા મનુષ્ય જ નહિ પણ પક્ષીઓ, પશુઓ, છોડવાઓ અને વૃક્ષ, સમુદ્રો અને પર્વત અને અલૌકિક સામર્થને લીધે જેનાથી ભય થાય અને જેને માટે માન ઊપજે એવા બીજા બધા પદાર્થો “કામી” કહેવાય. ઉદારતામાં, સજજનતામાં અથવા તે ઉપયોગિતામાં તે બધા પદાર્થો ઉત્તમ હોવા જ જોઈએ એવું નથી. જો કેઈ ગંદા અને ભયંકર પદાર્થથી પણ સામાન્ય રીતે જે ભય ઉત્પન્ન થતું હોય તે તે પદાર્થ પણ “કામી” કહેવાય છે. વારાફરતી થયેલા જુદા જુદા મિકાઓ, પ્રાચીન અને અર્વાચીન સમયમાં થઈ ગયેલા અસંખ્ય દૈવી મનુષ્ય, શિયાળ, વાઘ, વરુ, વીચ નામનું ફળ, રને એ બધા જ પદાર્થો કામી કહેવાય છે.૧૮ અહીંયાં આપણે એ જોઈ શકીએ છીએ કે શિધર્મની દેવભાવને કેટલી -વ્યાપક છે. લગભગ પ્રત્યેક વસ્તુને દેવવર્ગમાં સમાવેશ થઈ શકે. આમ, શિન્તધર્મમાં એક પ્રકારને સર્વજીવવાદ પણ છે જ. શિતધર્મના ધર્મગ્રંથોમાં દેવની ઉત્પત્તિ વિશે આ પ્રમાણે કહેવાયું છેઃ જ્યારે બધો અંધકાર દૂર થવા માંડ્યો ત્યારે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન થયાં, અને ત્યારપછી દેવે ઉત્પન્ન થયાં. શરૂઆતમાં મુખ્ય બે દેવો હતાં. એક “ઈઝનગી - નિમંત્રણ આપનાર પુરુષ, અને બીજા “ઝનમી”- નિમંત્રણ આપનાર સ્ત્રી. આ બંનેએ મળીને પ્રજા ઉત્પન્ન કરી.”૧૮ 17 હોલ્ટન, પા. 129. 18 એસ્ટન, રિવાઈવલ ઑફ એર શિ, પા. 42-43 19 ક-જી-કી, 4; નિહેન-ગી 1 : 1-2