________________ શિ7ોધમ 25 ચળવળને જાપાનની એ ચળવળ સાથે સરખાવી શકાય. સર્વોદયની ચળવળ પાછળ, પણ ગાંધીજીના રામરાજ્યની કલ્પના બળ પ્રેરે છે. 4. શિત્તાધર્મનાં શાસ્ત્રો : શિ ધર્મશાસ્ત્રોમાં કો-જી-કી અને નિહેન-ગીનો સમાવેશ થાય છે.. કેટલાક વિચારકે “યેન્ગી શકી” તથા “મેનીયોશીઉ'ને પણ શિતે ધર્મગ્રંથોમાં, સમાવે છે. કે-જી-કી ને અર્થ થાય છે જૂની બાબતોને ઇતિહાસ અને નિહાન–ગીને અર્થ થાય છે જાપાનને ઈતિહાસ સામાન્ય રીતે એમ મનાય છે કે આ બંને ગ્રંથની રચના અનુક્રમે ઈ. સ. 712 અને ઈ. સ. ૭૨૦માં થયેલી છે. આમ શિધર્મની સ્થાપના પછી ઘણે લાંબે ગાળે એમના ધર્મશાસ્ત્રોનું નિર્માણ થયું છે. આ ધર્મગ્રંથોમાં થયેલી વિવિધ વિષયોની રજૂઆતને ખ્યાલ એમાં અપાયેલ ઉલ્લેખ પરથી મળી રહે છે. ચેન્ની-શીકી જેને શિધર્મના ત્રીજા ધાર્મિક ગ્રંથ તરીકે ઓળખાવાય છે. તેમાં યેન્ગી–સમય એટલે ઈ. સ. 901 થી ૯૨૩ના નિયમો આપવામાં આવ્યા છે. આ ગ્રંથમાં ધર્મનું જ્ઞાન મેળવવા માટેની સામગ્રી આપવા ઉપરાંત વિવિધ પ્રસંગોએ કરવામાં આવતી પ્રાર્થનાઓ પણ આપવામાં આવી છે. મેનીઓ–શીઉને શિતો ધર્મના ચોથા ધર્મ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે: આ ગ્રંથમાં વિવિધ કાવ્ય સંગ્રહ છે, તેમ જ અનેક પત્રને પણ સંગ્રહ છે. જાપાનની દિવ્ય ઉત્પત્તિ તથા સાક્ષાત સૂર્યદેવના વંશજો દ્વારા એના રાજ્યશાસનથી: શરૂ કરી જાપાનના ઇતિહાસને લગતી અનેક વિગતો આપવા ઉપરાંત આ ગ્રંથમાં કુદરતનાં વિવિધ અંગોને પણ ખ્યાલ આપવામાં આવ્યો છે. શિૉધર્મના ધાર્મિક ગ્રંથોમાં જે ઊણપ દેખાય છે તે, ધર્મ દૃષ્ટિએ મહત્ત્વના કહી શકાય એવા કેટલાક વિષેની રજૂઆતના અભાવની. વળી માનવનીતિવ્યવહારમાં જે અનેક પ્રશ્નોના ઉકેલની માનવ, ધર્મ પાસે આશા રાખે છે, એમાંનું કંઈ આ ધર્મગ્રંથોમાં પ્રાપ્ત થતું નથી. મનુષ્યોને આંતર-બાહ્ય સંઘર્ષ, ધર્મજીવનમાં ઈશ્વરી સહાય, વ્યક્તિ અને સમાજજીવનના ઘડતરની વાતે, મરણોત્તરની અવસ્થાની વિચારણા, જીવનના અંતિમ લક્ષ્યને ખ્યાલ તથા તેની પ્રાપ્તિ માર્ગ; આવી અનેક બાબતો વિશે આ ધર્મગ્રંથમાં કઈ મહત્વપૂર્ણ ઉલ્લેખ મળતા નથી.