________________ શિધ 249 નવમી સદીમાં જાપાનમાં ટીંડાઈ અને શીંગોન નામના બે પંથ અસ્તિત્વમાં આવ્યા. ટીંડાઈ પંથને સ્થાપક સાઈ હ. એને ડુંગે ડેસીના નામથી ઓળખવામાં આવે છે. ટીંડાઈ પંથ જે ચીનમાં પ્રચલિત હો એનું ત્યાં “તીનતાઈ' નામ હતું. બૌદ્ધધર્મના કમળમૂત્રના સિદ્ધાંતને સર્વોપરી રીતે સ્થાપીને બધા બૌદ્ધમાર્ગોની એકતાને એ ગીનાઓને એક પ્રયાસ હતે. શીંગન ધર્મની સ્થાપના કોણે ડેસીએ કરી હતી. ભારતમાં બૌદ્ધધર્મનું પાછળથી જે વરૂપ થયું અને જે તિબેટમાં બૌદ્ધ લામધર્મ તરીકે પ્રચલિત થયો એની શીંગોનધર્મ એક પ્રતિકૃતિ છે. ટીંડાઈ અને શીંગોનધર્મ, કાર્ય દ્વારા મેક્ષમાં માને છે. એથી પરમ આનંદની પ્રાપ્તિને માટે તેઓ કેટલીક વિધિઓ અને કાર્યોની આજ્ઞા આપે છે. ઈ. સની બારમી સદીમાં જાપાનમાં એક બીજે બૌદ્ધપંથ રથપાયો એના સ્થાપક હેનને જન્મ ઈ. સ. ૧૧૩૩માં થયે હતો. કેટલાક વિચારકે એમને - જાપાનના યૂથરનું બિરુદ આપે છે. તેરમી સદીમાં હોનેનના શિષ્ય શીનરાન, જેમણે હોનેનનું કાર્ય આગળ ધપાવ્યું. તેમણે એક પંથ સ્થાપે. એનું નામ હતું શીનશુપંથ અથવા એને શીનપંથ પણ કહેવામાં આવે. પરંતુ એમના ગુરુહોનેનના પ્રાબલ્યને કારણે એ બે પંથને એકત્રિત કરી એને “જે શિશુ પંથ તરીકે ઓળખવામાં આવ્યું. જેડ” એટલે પવિત્ર ભૂમિ. આ પંથ અનુસાર અમિદ એક એવા પુરુષ હતા જેમણે બૌદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું. પરંતુ એમણે નિર્વાણ ત્યાગ કર્યો તે એટલા માટે કે એમને માનવજાત પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ પિતાના ઉપદેશથી તેમ જ પિતાના પ્રત્યક્ષ દાખલાથી માનવજાતને એ શીખવવા માગતા હતા કે કઈપણ વ્યક્તિ અપાર શ્રદ્ધાથી બુદ્ધ થઈ શકે છે અને એમ કરીને પવિત્ર ભૂમિમાં અથવા તે સ્વર્ગમાં પ્રવેશી શકે છે, જ્યાં આમિદનું રાજ્ય છે. આમ, માનવજાતિને ઉદ્ધાર કરવાને માટે એમણે નિર્વાણની અવસ્થા ત્યજી દીધી. જાપાનમાં પ્રવર્તતા બૌદ્ધપથમાં ઝેન બૌદ્ધ નામને એક પંથ પણ અસ્તિત્વમાં આવ્યું. ઝેનને જાપાનીઝ ભાષામાં એ જ અર્થ થાય છે જે સ્થાનને પાલી ભાષામાં થાય છે. આમ, ઝેન એ સમાધિની એક રીત છે. ઝેન પંથના ઉપદેશકે એમ માને છે કે માત્ર બુદ્ધિમાર્ગથી પ્રશ્નો ઉકેલી શક્તા નથી તેમ જ જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. આથી તેઓ બુદ્ધિમાગને બદલે અંતઃ અનુભૂતિના માર્ગે લેકને - વાળવાનો પ્રયાસ કરતા હતા. આવા અંતઃ અનુભૂતિના માર્ગથી જ તેમને બુદ્ધ