________________ 248 ધર્મોનું તુલનાત્મક અધ્યયન જણાવ્યું કે તેણીને પિતાના ધર્મ અનુસારની ભક્તિ કરવા દેવામાં આવે આવી કબૂલાત પછી જ એમણે લગ્ન કર્યા હતાં. આથી “ડેબૌદ્ધ” ધર્મમાં એમની આસ્થા કેવી હતી એને ખ્યાલ આવે છે. એમની 38 વર્ષની ઉંમરે જ્યારે એમનું લગ્નજીવન પચીસ વર્ષ વટાવી ગયું હતું, અને જ્યારે પિતે છ સંતાનની માતા બન્યાં હતાં ત્યારે એમને એક દિવસ આધ્યાત્મિક અનુભવ થયો. પિતે સતત ત્રણ દિવસ સુધી સમાધિ અવસ્થામાં રહ્યાં અને એ સમાધિ અવસ્થાને અંતે જ્યારે તેઓ ફરી જાગ્રત થયા ત્યારે તેઓ સંપૂર્ણ બદલાઈ ગયા હતા.૧૫ પિતામાં ઈશ્વરતત્ત્વ પ્રત્યક્ષ થયું હોય એ એમને ભાવ થયે અને દુન્યવી વૃત્તિ છોડી તેઓ સંપૂર્ણપણે સંતસ્વરૂપ બન્યાં. એમના પતિ અને એમને એક પુત્ર પણ એમની સાથે જોડાયા અને એમણે પોતાની મિલકત વેચીને એમાંથી જે કંઈ ઊપસ્યું એ બધું દીન-દુઃખીઓમાં વહેચી દીધું. રાજ્ય સરકારે શરૂઆતમાં એમની આવી વર્તણૂક સામે કડક પગલાં પણ લીધાં. એમને “ડાકણ” વળગી છે અને તેઓ ગાંડા થયાં છે એમ કહેવાયું. એટલું જ નહિ પરંતુ એમની સામે એ દાવો કરવામાં આવ્યું કે તેઓ જાહેર શાંતિ જોખમે છે અને સરકારના પરવાના વિના નવા પંથને પ્રચાર કરે છે. 6 એમણે તે આ બધું સહન કર્યું અને ૧૮૮૭માં મૃત્યુ પામ્યાં. એમના મૃત્યુ સમય દરમ્યાન અનેક અનુયાયીઓએ એમને પંથ રવીકાર્યો અને એમના મૃત્યુ પછી એક વર્ષે સરકારે એમના અનુયાયીઓને કાયદિક માન્યતા આપી. આમ છતાં ૧૯૦૮માં એમને સંપૂર્ણ પ્રકારની કાયદિક માન્યતા મળી અને એ પંથને વિકાસ ક્રમે ક્રમે વધતે જ ગયો. ગ, જાપાન બોદ્ધધર્મ : જાપાનમાં બૌદ્ધધર્મને પ્રવેશ ચીન મારફતે થશે. બૌદ્ધધર્મના વિવિધ પશે જાપાનમાં વિસ્યા. એને ઉલ્લેખ નીચે કરીએ. ઈ. સ. ની ત્રીજી સદીમાં અમિદા પંથ હિંદુસ્તાનમાંથી ચીન માર્ગે જાપાનમાં પ્રવેશ્યો. આઠમી સદીમાં એ જ રીતે જાપાનમાં ચીન માર્ગે જે બૌદ્ધ ધર્મપથ પ્રવેશ્યા તેમાં કાગોન અને રીસુને સમાવેશ થાય છે. 15 એમની 18 વર્ષની ઉંમરે શ્રી રમણ મહર્ષિને થયેલા અનુભવની સાથે આને સરખા 16 સોક્રેટિસની સામેના દાવાઓને આની સાથે સરખા.