________________ 256 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરજો. તમે જ્યારે તેની પૂજા કરે છે ત્યારે અમારી જ પૂજા કરે છે એમ સમજીને પૂજા કરજે.૩૩ યદદીધર્મમાં જે રીતે જેરૂસલેમમાં જવાની પૂજા કરવામાં આવે છે, એને મળતી “ઇસે માં કરવામાં આવતી “અમ-તેરસ ની આ પૂજા છે. જેમ ઇસ્લામધર્મમાં એમ કહેવાયું છે કે જીવનમાં ઓછામાં ઓછા એક વખત તે હજની યાત્રાએ જવું, એમ શિધર્મમાં પણ ઓછામાં ઓછા એક વખત તે જીવનમાં “ઈસે”ની યાત્રામાં જવું જ જોઈએ એમ માનવામાં આવે છે. સયદેવીની પૂજા ઉપરાંત મિકાડોની પૂજનવિધિ પણ એક જાહેર તહેવાર તરીકે મિકાડોના જન્મ દિને કેળવણીની સંસ્થાઓમાં કરવામાં આવે છે. પરંતુ એની સાથે જ એ પ્રસંગને સ્વદેશાભિમાનની ભાવનાનું સિંચન કરવામાં પણ ઉપયોગમાં લેવાય છે. શિધર્મમાં વિવિધ પ્રાર્થનાઓ પણ કરવામાં આવે છે. એ પ્રાર્થનાઓમાં ગીત પણ ગાવામાં આવે છે. આ પ્રાર્થનાઓ વિશે એટન નોંધે છે : “આ પ્રાર્થનાઓમાં અનેક જાતની માગણીઓ કરવામાં આવે છે. દુષ્કાળના સમયમાં વરસાદની, સારા પાકની, ધરતીકંપ અને દાવાનળમાંથી રક્ષણ કરવા માટેની, છોકરા. મેળવવા માટેની, રાજાના આરોગ્ય તથા તેમના દીર્ધ આયુષ્ય માટેની, સદાય શાંતિ અને સુખ પ્રવર્તતા રહે એ માટેની, વગેરે એવી બાબતોની પ્રાર્થના થાય છે. શિધર્મને દેવોને જે પ્રાર્થનાઓ કરવામાં આવે છે તેમાં મહદ્ અંશે અહિક સુખોની જ વાત હોય છે. "34 પ્રાર્થનાની વાત કરીએ તેની સાથે જ એ વાતને પણ ઉલ્લેખ કરી લઈએ કે સારા પાકની પ્રાપ્તિ થતાં વિવિધ પ્રકારના ઉત્સવ ઉજવવામાં આવે છે અને તે પ્રસંગે દેવોને નૈવેધ ધરાવવામાં આવે છે, તેમ જ દેવેની આભારદર્શક પ્રાર્થનાઓ પણ થાય છે. 7. શિને નીતિશાસ્ત્ર : આપણે આગળ કહ્યું છે તેમ નીતિ અંગેના કોઈ ગૂઢ પ્રશ્નોની શિસ્તે ધર્મશાસ્ત્રોમાં રજૂઆત કરવામાં આવી નથી. આમ છતાં, નીતિમય જીવનના કેટલાક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અહીંયાં પણ નીતિની જે કંઈ વાત કરવામાં 33 ક–જ-કી, 109 34 શિને, ધી એન્સિયન્ટ રિલિજિયન ઓફ જાપાન, પા. દર