________________ ર૩૪ ધર્મોનું તુલનાત્મક અધ્યયન પરમ બ્રહ્મના નાનકે આપેલા ઉપદેશમાંથી માનવવ્યવહાર અને વિધિ વિશેના કેટલાંક સૂચને પણ નિષ્પન્ન થાય છે. આમાં કોઈપણ સ્થાનને ઈશ્વરના એકમાત્ર સ્થાન તરીકે સ્વીકારવાને અભાવ સ્પષ્ટ થાય છે. ઈશ્વર એક જ હેઈ, એ સર્વવ્યાપ્ત છે અને સર્વ સ્થળ એનું જ છે. એથી કોઈ સ્થળને ઈશ્વરી સ્થાન તરીકે વિશિષ્ટ દરજજો આપવાની જરૂર નથી. આ અર્થમાં નાનક મંદિર સ્થાપનાની કે તીર્થસ્થાપનાની વિરુદ્ધ હતા. (આમ છતાં નાનકના મૃત્યુ પછી એમના ધર્મમાં પ્રાર્થનાસ્થાન અને તીર્થસ્થાન થયા છે એ આપણે અન્યત્ર નોંધ્યું છે.) પરમ સત્ય એક જ હેવાને લીધે એની પ્રાપ્તિને માટે કોઈ સ્થળે જવાની કે વિશિષ્ટ પ્રકારના બાહ્યાચાર કરવાની વ્યવસ્થાને પણ નાનકે ઇન્કાર કર્યો. ધર્મજીવનના એક આદર્શ તરીકે નાનકે પિતાના જ જીવનને નમૂને પેશ કર્યો, ખોરાક, પહેરવેશ. વગેરેને બાહ્યાચાર મહત્ત્વનું નથી. વિવાહીત જીવન ઈશ્વરપ્રાપ્તિમાં બંધનરૂપ નથી. સાચા ગુરૂ વિના અન્ય કોઈ પંડિત કે પુરોહિત મોક્ષપ્રાપ્તિમાં સહાયક થઈ શકે એમ નથી એ વાત એમણે એમના ઉપદેશમાં કહી અને પિતાના જીવનમાં. પ્રત્યક્ષ કરી. એક મહાન ઉપદેશમાંથી શું શું નિષ્પન્ન થાય છે, તેમ જ એક જ આદેશમાંથી નિષ્પન્ન થતાં સત્ય કાળક્રમે કેવી રીતે બદલાય છે, અને છતાંય એ બધાંમાં જ મૂળ સત્યને સ્વીકાર થયેલું જ રહે છે, એમ કઈ રીતે મનાય છે તે આપણે ઉપરની રજૂઆતથી સમજી શકીશું. ખ. જગતવિચાર : શીખધર્મમાં અને ખાસ કરીને નાનકના બોધમાં જગતને ક્ષણિક તરીકે ક્ષણિક છે. પ્રભુ વિના બીજું બધું જ મિથ્યા છે. 20 હિંદુધર્મની જગતની ક્ષણિકતા અને મિથ્યાત્વને અહીંયાં સ્વીકાર થયેલ છે. પરંતુ શીખધર્મના વિકાસની સાથે જગતને ક્ષણિક તરીકે સ્વીકારી શકાય કે કેમ એ એક વિચારણને પ્રશ્ન છે. હિંદુધર્મમાં જગતને ક્ષણિક તેમ જ બ્રાંતિમય આલેખવામાં આવેલ છે. બૌદ્ધધર્મો અને અનિત્ય તરીકે ઓળખાવેલ છે. આ બંને વિચારને નાનકે સ્વીકાર કર્યો લાગે છે. “આ જગતને બધો વ્યવહાર ક્ષણિક છે. આ જગત ભ્રાંતિ છે.”૨૧ 20 દ્રશ્ય, પા. 642 21 એજ, પા. 128-129