________________ શીખધર્મ 233 એવું જ કથન નાનકે પણ કર્યું છે: “હું નામમાં રહું છું અને નામ મારા હદયમાં રહે છે.”૧૮ આ ઉપરથી એ જોઈ શકાશે કે પરમતત્વના એકરૂપ માટે ગુરુ નાનકને કે અને કેટલે આગ્રહ હતો. આપણે વધુમાં એ પણ જોઈ શકીએ છીએ કે પ્રભુ પ્રાપ્તિને માટે એમણે પ્રબોધેલ માર્ગ હિંદુ અને ઇસ્લામ ધર્મો પ્રબોધેલા માર્ગો કરતાં સાવ સરળ માર્ગ છે. એ માર્ગ “નામ–જપને છે. સત્યનામનું રટણ કરતાં કરતાં સત્ય નામરૂપ બની એમાં એકલીન થઈ જવાય છે એમ સૂચવનાર નાનકના બોધને વાજબી રીતે જ ભક્તિમય અત તરીકે ઓળખાવી શકાય. ગુરુ નાનકને મહત્ત્વપૂર્ણ ઉપદેશ એક જ પરમતત્વને છે. માત્ર એકેશ્વરવાદના વીકારને કારણે નહિ પરંતુ એના રવીકારથી, એમના સમયના પ્રચલિત વિવિધ ધર્મોમાં પ્રવર્તેલ દૂષણો પણ આ એક તત્ત્વના સ્વીકારથી દૂર થઈ જાય એ મતે પણ એનું મહત્વ છે. મુસલમાનધર્મમાં મુસલમાનોને ખુદાના બંદા ગણીને બિરાદરીની વાત રજૂ કરવામાં આવી. હિબ્રધર્મમાં પણ ઈઝરાઈલે પ્રભુના પ્યારા છે અને ઈશ્વરની વિશિષ્ટ રહેમ નજર એમના પર છે એવું સૂચવાયું. પરંતુ શીખધર્મે એક જ ઈશ્વરના સ્વીકારની સાથે માનવજાતના સર્વ ભેદોનો પણ અસ્વીકાર્ય કર્યો અને સૃષ્ટિના એક ઈશ્વરની જેમ સૃષ્ટિની માનવજાત પણ એક જ છે એવું તાત્પર્ય આપ્યું. જે ઈશ્વર એક જ હોય, અને એમને ભલે અનેક નામોએ સંબેધવામાં આવે, તેયે, એ એક ભાષા-વ્યાપાર જ છે, અને ઈશ્વરના રવરૂપને એથી પૂર્ણ ખ્યાલ આવતું નથી. પ્રત્યેક નામ દીઠ એક મૂર્તિ બની શકે એ રીતે “સત " નામનાં અન્ય વિવિધ નામોને અર્થ ઘટાવવાનો નથી. આ દૃષ્ટિએ નાનકના ઉપદેશમાં રૂપપૂજા, મૂર્તિપૂજાનો અભાવ છે. (જો કે પાછળથી ગ્રંથપૂજા દાખલ થઈ છે.) ઈશ્વર જે એક હોય તો તે દેહધારી બનીને એક નિર્ગુણ સ્વરૂપે અને બીજા સગુણ સ્વરૂપે કઈ રીતે બની શકે? આથી જ નાનક નિર્ગુણ બ્રહ્મ અને સતનામને એક લેખે છે અને એ રીતે નાનકની પરબ્રહ્મની ભાવના અવતાર - વિચારને રવીકાર કરવા દે એમ નથી. (આમ છતાં નાનકના અવસાન પછી એમના કેટલાક અનુયાયીઓએ એમને ઈશ્વરસ્થાને સ્થાપવાનો પ્રયાસ કર્યો છે એ આપણે અન્યત્ર નોંધ્યું છે.) 19 એજ, પા. 77