________________ શીખધર્મ 232 શીખધર્મ–અનુયાયીઓ ગ્રંથસાહેબને જ ગુરુસ્થાને રવીકારે છે અને ગુરુ પ્રત્યે જે આદર અને ભક્તિભાવથી જુએ છે અને વર્તે છે તે જ રીતે ગ્રંથસાહેબ પ્રત્યે પણ આદર રાખી વર્તાવ કરે છે. 4. શીખધર્મને બોધ : શીખધર્મને ઉપર આલેખેલે વિકાસ શીખધર્મની નીચેની વિશિષ્ટતાઓ છતી કરે છે. એક, વિશ્વના પ્રવર્તમાન અગિયાર ધર્મોમાં ઐતિહાસિક દૃષ્ટિએ શીખ ધર્મ છેવટને છે. બીજું, શીખધર્મને ઉદ્ભવ ઉત્તર ભારતમાં થયે અને એ ધર્મને ભારતના બીજા ભાગમાં પ્રસાર થવા છતાં એ ધર્મ-અનુયાયીઓને વિશાળ જનસમુદાય પંજાબમાં વસે છે. ત્રીજુ, લડાયક ખમીરવાળી પ્રજા તરીકે–ખાલસા જૂથ તરીકે રાજ્યસત્તા સ્થાપી, પ્રસારી અને બધી રાજ્યસત્તાની જેમ સમાપ્ત થઈ ચાર, અન્ય ધર્મોમાં જે તે ધર્મને અસ્તિત્વમાન રાયે આશરો આપ્યો કે રવીકાર્યો, પરંતુ અહીંયાં ધમેં રાજ્ય સ્થાપ્યું. શીખધર્મની આ વિશિષ્ટતાઓ જોઈને સહજ રીતે એ પ્રશ્ન ઊઠે કે શીખધર્મને ધાર્મિક બંધ શું છે ? એ સમજવા માટે શીખધર્મમાં રજૂ થયેલા કેટલાક મહત્વના વિચારોની આપણે અહીંયાં રજૂઆત કરીશું. કે પરમતત્ત્વ : ગુરુ નાનક બૌદ્ધિક રીતે એકેશ્વરવાદને સ્વીકાર કરતા અને લાગણીની રીતે તેઓ ભક્તિમય હતા. આથી એમના મુખ્ય આદેશને કેટલીક વેળા ભક્તિમય અત તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ નાનકે એકેશ્વરવાદને વિચાર ખૂબ દઢતાથી અને વારંવાર રજૂ કર્યો છે. પ્રભુ એક છે, તે સૃષ્ટિ સર્જક છે અને તે જ સત્ય છે એ રજૂ કરતાં એમણે કહ્યું: “પરમાત્મા એક જ છે, તે સત્ય છે, જગતર્તા છે, તે ભય અને દ્વેષથી રહિત છે; તે અમર, અજન્મ, અને સ્વયંભૂ છે. તે મહાન છે અને ઉદાર પણ છે.