________________ શિનોર્મ 243 ઈ. સ. ૧૮૭૧-૭૨માં એ હુકમ રાજ્ય તરફથી નીકળે કે દેશના તમામ શિને મંદિરોમાં ૩૦મી જૂને તથા ૩૧મી ડિસેમ્બરે શુદ્ધિકરણને માટે સંસ્કાર વિધિસર કરે. ઈ. સ. ૧૮૮૯માં જાપાનનું રાજકીય બંધારણ સ્વીકારવામાં આવ્યું અને તેમાં પણ શિધર્મ વિશેની સ્પષ્ટતા થઈ એમાં એમ કહેવામાં આવ્યું કે અનાદિકાળથી જેમને વંશ અવિચ્છિન્ન ચાલ્યું છે તે રાજાઓ જાપાનમાં રાજ્ય કરશે. પરંતુ એની સાથે એમ પણ કહેવાયું કે રાજા એ પવિત્ર છે અને તેથી તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. એક તરફે શિતો ધર્મને પુનરૂત્થાન માટેના આવા પ્રયાસ ચાલતા હતા અને બુદ્ધધર્મના ઇન્કારને માટે તેમ જ પૂજારીઓના તિરસ્કારને માટે સતત પ્રયાસ ચાલતો હતો ત્યારે ૧૮૯ને અરસામાં હિંસા ફાટી નીકળી અને જાપાનમાં બૌદ્ધધર્મ વધુ સજીવ બનવા માંડયો. ઈ. સ. ૧૮૯૦ના ઓકટોબરમાં કેળવણીના વિષયને લગતે રાજ્ય તરફને એક ફતવો બહાર પડ્યો અને એમાં કહેવામાં આવ્યું : “મારા પ્રજાજને ! તમે આ સાંભળો. આકાશ અને પૃથ્વીના જેટલી જૂની અને ત્રણેય કાળમાં નિશ્ચિત એવી આ આપણી રાજ્યગાદીની સમૃદ્ધિ સાચવે અને ચાલુ રાખો.”૧૨ વધતી જતી હિંસા અને પ્રસરતા જતા બૌદ્ધધર્મની અસર કેવી થઈ હશે એને આ ફતવામાંથી કંઈક ખ્યાલ આવી શકે છે. ઈ. સ. 1900 અને ૧૯૧૩માં મંદિરના કાયદા પસાર કરવામાં આવ્યા અને તે અનુસાર રાજ્ય શિન્તોના ધમમંદિરોને ધર્મના ખાતામાંથી કાઢીને રાજ્યના ગૃહખાતામાં મૂકવામાં આવ્યા.૧૩ આમ, ઈ. સ. 1913 પછી શિને રાજ્યધર્મને અલગ પાડીને બાકીના ધર્મો જેમાં બૌદ્ધધર્મ, ખ્રિસ્તી ધર્મ વગેરેનો સમાવેશ થાય છે તેમને સ્વતંત્ર રીતે ધાર્મિક પ્રકૃત્તિ તરીકે વિકસવાને માટેની તક આપવામાં આવી. પરંતુ તેની સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે એ ધર્મપંથે રાજકારણમાં ડખલ કરે નહિ તેમ જ રાજ્યશની થતી વિધિઓ સામે કોઈ વિરોધ કે ડખલ ન કરે. ઈ. સ. 1922 : ઉપરની છૂટછાટોને પરિણામે પ્રજાકીય સત્તા ઘણી વધી અને એને પરિણામે કેટલીક રાજઆજ્ઞાઓનું સંપૂર્ણપણે પાલન થતું હતું, તે હવે થયું નહિ. દાખલા ૧ર આર. ઈ. ધુમ-ધી લીવીંગ રિલિજિયન્સ ઓફ ધી વર્લ્ડ', પા. 125 13 હેલ્ટન, ડી. સી. - ધી પિલિટિકલ ફિલોસોફી ઓફ ધી મોડર્ન શિનો, એ સ્ટડી ઑફ ધી સ્ટેટ રિલિજિયન ઓફ જાપાન, 5. 95-96