________________ શિૉોધમ ર૪૫ એ રીતે માનવો જોઈએ, એટલું જ નહિ પરંતુ એના રિવાજો, વિધિઓ વગેરે પણ એને અનુરૂપ હોવા જોઈએ. કામ” એ દેવ શબ્દને મળ છે. “કામ” કયાં તે વગ હોય અથવા તિ પૃથ્વી ઉપર અવતરેલા પણ હોય. જાપાનને રાજ્યવંશ આ પાછલાના પ્રતીક સમાન છે. શિધર્મને અનેકેશ્વરવાદ " કામ” કલ્પનામાં પંચમહાભૂત, પ્રકૃતિની વસ્તુઓને અને પૂર્વજોને પણ સમાવેશ કરે છે. રાજ્યધર્મ હોવાને કારણે લેકમાં એનો ફેલાવે થાય અને ભાવિ પ્રજામાં એને માટે માન જન્મે તથા એને માટે આદરના સંસ્કાર સીંચાય એ માટે નિશાળોમાં શીખવાતાં સરકારી પુસ્તકમાં જગતની ઉત્પત્તિ વિશે કેટલાક ઉલ્લેખે આપવામાં આવ્યા છે. એમ કહેવાયું છે કે ઇઝાન-ગી તથા ઈઝાન–મી એ બે દેવી સ્વરૂપના સંસર્ગમાંથી અમરાસુ નામની સૂર્યદેવીને જન્મ થયો. આ સૂર્યમાતાથી જ મિકાડોને ઉદ્દભવ થશે. રાજ્ય શિધર્મ મુખ્યત્વે કરીને વિધિને પ્રાધાન્ય આપતે ધર્મ છે. આવી અનેક વિધિઓને આદેશ અપાયો છે. એમાંની મુખ્યવિધિ તે મસૂરી છે. શિતે ધર્મ વિશે કેટલાક વિચારકે એવા પ્રશ્નો ઉઠાવે છે કે શિ ખરેખર એક સંપૂર્ણ પ્રકારનો ધર્મ છે કે રાષ્ટ્રભાવના કેળવવા અને પ્રજામાં રાજ્યવંશ તરફ વફાદારી કેળવવા માટેનું એક સાધન અને માર્ગ છે ? આપણે ઉપર જોયું છે તેમ ૧૯૪૫માં મિકાડાએ પિતાના દેવી અંશને ત્યાગ કર્યા પછી આ ધર્મ પ્રત્યે લેકોનું વલણ કેવું રહે છે એ કાળપ્રવાહ જ કહેશે. આ પંથ શિન્તા H રાજ્યધર્મથી અલગ એવા પંથ શિમાં શિધર્મમાં પ્રચલિત વિવિધ પંથને સમાવેશ થાય છે. આ પંથેનું વૈવિધ્ય એટલું તે છે કે એમાં જીવવાદથી માંડીને એકેશ્વરવાદની માન્યતા ધરાવતા પંથેનો સમાવેશ થાય છે. આ વિવિધ પશેની માહિતી આમ છે.૧૪ ધાર્મિક અથવા રૂઢિવાદી પંથે H આવા ત્રણ પંથે છે અને એ બધા જ રાજ્યવંશ અને રાજ્યના વખાણ કરતા હોય છે. 14 બુકે, એ. સી., કપેરેટિવ રિલિજિયન - પેન્શન, 1967, પા. 19