________________ 244 ધમનું તુલનાત્મક અધ્યયન તરીકે, સૈકાઓથી જાપાનમાં એવો હુકમ ચાલતો હતો કે કઈપણ વ્યક્તિ રાજાથી ઉપરના આસને રહીને રાજા ઉપર જેતે હોય એવી રીતે જુએ નહિ, અને છતાં ઈ. સ. ૧૯૨૨માં જાપાનના યુવરાજ જાપાનના ઇતિહાસમાં પહેલી જ વાર દુનિયાની મુસાફરીએ નીકળ્યા અને યુરોપમાંથી ફરીને જ્યારે સ્વદેશ પધાર્યા ત્યારે એમને જાપાનમાં ઘણાં શહેરમાં સામાન્ય લેકેની વચ્ચે થઈને પસાર થવું પડયું. આમ જાપાનના મિકાડોની દૈવી સત્તાને ધીમે ધીમે લોપ થતું રહ્યું. ઈ. સ. 1945 ? બીજા વિશ્વયુદ્ધમાં જાપાનને જે હાર ખમવી પડી તેને પરિણામે ડિસેંબર ૧૯૪પમાં જાપાનના રાજવી મિકાડોએ જાહેરમાં પિતાની દેવી વંશપરંપરાગત ત્યાગ કર્યો અને આમ વર્ષો પુરાણી દૈવી રાજ્યપ્રથાને અંત આવ્યો. શિક રાજ્યધર્મ પર આની શું અસર થાય છે એ ભાવિના ગર્ભમાં રહેલી બાબત છે. 3. શિસ્તે ધર્મ પ્રકાર : શિધર્મના ઉપર આલેખેલા ઈતિહાસ ઉપરથી આપણને એ સ્પષ્ટ થશે કે જાપાનમાં પ્રવર્તમાન ધર્મના એક કરતાં વધારે રવરૂપ છે. એ ધાર્મિક સ્વરૂપને નીચે પ્રમાણે ગણાવી શકાય. ક. શિસ્તે રાજધર્મ ખ. શિન્ત પંથધર્મ ગ. જાપાન બૌદ્ધધર્મ ઘ. પ્રભુ સામ્રાજ્ય પંથ (Kingdom of God movement). આ ધર્મોની થેડી વિચારણા આપણે હાથ ધરીએ. ક. શિત્તે રાજધર્મ : રોમન સામ્રાજ્યના સમયમાં રોમન સમ્રાટના ધર્મને મળતું આ ધર્મપ્રકાર છે. એમાં અનેક દેવદેવીઓનો સ્વીકાર કરવામાં આવ્યું છે. આ અનેકેશ્વરવાદી મતના જાપાન દેશમાં એક લાખથી વધારે મંદિરો આવેલાં છે. શિને મુખ્ય વિચાર “કામી” છે. “કામી” એટલે પવિત્ર. આ ધર્મને કામીનો મીચી” એટલે કે દેવોને માર્ગ પણ કહેવામાં આવે છે. આ ધમ અનુસાર જાપાનને રાજ્યવંશ દિવ્ય છે અને જાપાન દેશ અને તેની પ્રજાએ એને