________________ 242 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રશિયન, વિલન્દા, સિયામીઓ, બેડિયને - વચ્ચે માત્ર પ્રમાણને જ નહિ પરંતુ જાતિને ભેદ પણ છે.” આ જાતિભેદની કલ્પના પર સમસ્ત પ્રજાને શી રીતે જાગ્રત કરી શકાય અને સંગઠિત કરી શકાય એનું જગતના ઇતિહાસમાં નિર્લ્સ અને હિટલરે આર્ય પ્રજાના પ્રબોધેલા ખ્યાલ અને પ્રયાસ પરથી અનુભવાયેલ છે. જાપાની પ્રજા દેવી પ્રજા છે એ ખ્યાલ જાગ્રત કરીને હિરતે પ્રજાને પિતે શ્રેષ્ઠ છે એમ શીખવ્યું. આના જ પૂરક વિચાર તરીકે એમણે કહ્યું, “જાપાની લેક દેવોના વંશજો છે અને તેથી હિંમત અને બુદ્ધિમાં તેઓ બીજા દેશની પ્રજાઓ કરતાં અનેક રીતે ચઢતાં છે. "8 એમનું ચઢિયાતાપણું માત્ર દેવી વંશપરંપરાને કારણે જ નહિ, પરંતુ તેમના હૃદયની પવિત્રતાને પણ આભારી છે એમ જણાવતા એમણે કહ્યું : જાપાનીઓ પ્રામાણિક અને હૃદયના પવિત્ર હોય છે, અને અન્ય પ્રજાઓની જેમ તેઓ નથી તે અર્થહીન સિદ્ધાંત આપતા તેમ જ નથી તે જૂઠું બેલતા.૧૦ આ ઉપરાંત મિકડાનું સ્થાન પુનઃ સ્થાપિત કરવાને માટે જેમ મોતૂરીએ પ્રયત્ન કર્યો એમ જ હિરતે પણ કર્યો અને એમણે કહ્યું : “મિકાડો એ સાચે જ દેવને પુત્ર છે અને ચારેય સમુદ્રો તેમ જ દશ હજાર દેશો ઉપર રાજય કરવાનો એને અધિકાર છે.”૧૧ આથી આપણે એ જોઈ શકીએ છીએ કે આ સમય દરમ્યાન જાપાનના વિદ્વાનોએ જાપાનની પ્રજામાં એક ને પ્રાણ પૂરવાનો પ્રયાસ આદર્યો. શિધર્મને પ્રસ્થાપિત કરવાને તેમ જ મિકાડોનું સ્થાન પુનઃ પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્ન કર્યા અને આ સર્વને પરિણામે ઈ. સ. ૧૮૬૮માં આ ધર્મની પુનઃ સ્થાપના થઈ. આપણે એટલું નોંધવું જોઈએ કે આ ગાળા દરમ્યાન શિધર્મના ત્રણ ધર્મપથે અસ્તિત્વમાં આવ્યા. કુરનૂમિક્યો, કેનકો અને ટેનરીકો. આ ધર્મપથને વિચાર હવે પછી હાથ ધરીશું. પાંચમે યુગ (ઈ. સ. 1868 - 1945) : ઈ. સ. ૧૮૬૮માં મિકાઓની પુનઃ સ્થાપના થઈ. મિજી યુગમાં એને ફરીથી શુદ્ધ સ્વરૂપ આપવાનો પ્રયાસ થયો. પરંતુ હવે પછીના ફેરફારો ઝડપથી થતા રહ્યા. 9 એજ, ગ્રંથ 3, પા. 54 10 એજ, ગ્રંથ 3, પા. 58 11 એજ, ગ્રંથ 3, પા. પર