________________ 232 ધર્મોનું તુલનાત્મક અધ્યયન તદ્દન શરૂઆતમાં આ જ એક સત્ય પરમત હતું, આજે પણ આ જ સત્ય પરમતત્ત્વ છે અને ભવિષ્યમાં પણ એ જ સત્ય પરમતત્ત્વ રહેશે.૧૪ વળી પરમતત્ત્વને એક જ પદાર્થ તરીકે સ્વીકારીને તે વિશે કહેવાયું છેઃ મારે કોને બીજે પદાર્થ કહે ? બીજે કઈ પદાર્થ છે જ નહિ. બધામાં તે શુદ્ધ પરમતવ જ રહેલું છે.”૧૫ પરમતત્વ સંખ્યા દૃષ્ટિએ એક હેવા છતાં તેને અનેક નામે ઉલ્લેખ કરી શકાય એમ છે, એ આપણે આગળ રજૂ કરેલા ધર્મોમાં અને ખાસ કરીને ઇસ્લામધર્મ અને હિંદુધર્મમાં જોયું. હિંદુધર્મ અને ઇસ્લામ ધર્મમાં વપરાયેલા કેટલાંક નામેન પરમતત્ત્વના નામ તરીકે સ્વીકાર કરવામાં આવ્યું છે અને પરમતત્વને માટે બીજાં કેટલાંક નવાં નામ પણ ઉમેરવામાં આવ્યાં છે. “અલ્લાહ” અને “ખુદા” જેવા ઈસ્લામમાં પરમતત્વને માટે વપરાતાં નામ તથા “બ્રહ્મ', “પરબ્રહ્મ', પરમેશ્વર', “હરિ', “રામ” વગેરે જેવાં હિંદુધર્મમાં પરમતત્ત્વને માટે વપરાતાં નામોને નાનકે શીખધર્મમાં ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ગુરુ નાનકે પરમતત્વને સંબંધવા માટે “ગુરુ” શબ્દને પણ ઉપયોગ કર્યો છે. વળી, પરમતત્ત્વને માટે સતનામ” અથવા “સત્યનામ” શબ્દ પણ વાપરવામાં આવે છે. હિંદુધર્મમાં રજૂ થયેલે એ વિચાર આપણે જે કે ખરેખરી રીતે સત્ય એક જ હોવા છતાં લોકો તેને અનેક નામોથી વર્ણવે છે. આ જ બાબત શીખધર્મમાં પણ કહેવાય છે. “હે પ્રભુ! તું એક જ છે, પણ તારા રૂપ અનેક છે " શીખ પ્રાર્થનામાં સતનામના રટણ પર ભાર મૂક્વામાં આવે છે. તેનું કારણ જે નામ ભૂલી જાય છે તે ખોટે રસ્તે ચઢી જાય છે. સતનામ વિના માણસને ઉદ્ધાર શી રીતે થઈ શકે ?" 17 સતનામનો જપ એ તે મોક્ષ મેળવવાની ચાવી છે એમ કહેતા ગુરુ નાનક કહે છે : “નામ એ દેવોને દેવ છે. ગુરુના શિષ્ય (શીખો) સતનામની પૂજા કરે છે અને એમ કરી મોક્ષપ્રાપ્તિમાં જે કંઈ અવરોધો હોય તેને દૂર કરે છે.”૧૮ ભક્તોને માટે ઈશ્વરને અનન્ય પ્રેમ દર્શાવતા જેમ ભગવગીતામાં કહેવાયું છે કે જ્યાં જ્યાં ભક્તો મારું ગાન ગાય છે ત્યાં ત્યાં હું પ્રત્યક્ષ છું; 14 એકાઉલિફ ગ્રંથ 1, પા. 35, 195 15 ટ્રમ્પ, પા. 98 16 ટ્રમ્પ, પા. 504 17 એજ, પા. 589 18 એજ, પા. 138