________________ શીખધર્મ ગ, જીવવિચાર : ગુરુ નાનકે પિતાને વિશેના કરેલા ઉલ્લેખ આપણે આગળ જોયા છે. એમના જેવા પણ જે તુચ્છ, નિરાધાર અને પરાધીન હોય તે સામાન્ય માણસની તે વાત જ શી રીતે કરવી ? માણસના સ્વરૂપ વિશે ખ્યાલ આપતા કહેવાયું છે: નાનક ઈશ્વરનો સેવક છે અને ઈશ્વર જ પરમતત્ત્વ છે.”૨૨ માણસના દુઃખના કારણનું વિશ્લેષણ કરતાં એમ કહેવામાં આવ્યું છે કે “જ્યાં સુધી માણસ એમ ધારે છે કે હું બધું કરું છું ત્યાં સુધી તેને કોઈપણ જાતનું સુખ મળતું નથી.”૨૩ માનવી માત્ર નિમિત્ત છે અને ઈશ્વરઆજ્ઞા જ સર્વસ્વ છે એમ જણાવતાં કહેવાયું છે : “ઈશ્વરની આજ્ઞાથી બધા ઉત્પન્ન થયા. તેની જ આજ્ઞાથી બધા પિતાનું કામ કરે છે. ઈશ્વરની આજ્ઞાથી જ મનુષ્યનું મૃત્યુ થાય છે. તેની જ આજ્ઞાથી મનુષ્ય સતનામમાં લીન થાય છે. ઈશ્વરની ઇચ્છા હશે એ પ્રમાણે જ બધું થશે. તેના પ્રાણીઓ પાસે જરાયે સત્તા નથી. 24 ઘ, ક્ષવિચાર : મનુષ્યનું પિતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી તેમ જ પિતે ઇશ્વરાધીન છે અને આ જગત પણ ક્ષણિક મિથા છે એમ જણાવ્યા પછી પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે માનવજીવનનું અસ્તિત્વ શા માટે ? માનવજીવનનું ધ્યેય શું? આ પ્રશ્નના ઉત્તરમાં હિંદુધર્મની જેમ શીખધર્મ પણ ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું તથા તેની સાથે એકાકાર સાધ, એને મેક્ષ તરીકે સ્વીકારે છે. પરંતુ આ એકાકારની પ્રાપ્તિ સ્વપ્રયત્ન થાય છે એવું નથી. “કેવળ શબ્દથી જ ઈશ્વરનું જ્ઞાન મળતું નથી. ઈશ્વરની કૃપાથી જ માણસને તે જ્ઞાન મળે છે. જ્યારે દયાળુ પરમાત્મા દયા કરે છે ત્યારે જ સાચા ગુરુ મળી આવે છે.”૨૫ આમ, મોક્ષની પ્રાપ્તિને માટે સતનામ જપ ઉપરાંત બીજી બે બાબતો ઉપર, પણ ભાર મૂકવામાં આવ્યો છે. એક તે ઈશ્વરની કૃપા અને બીજુ, ગુરુની દેરવણું. ગુરુનું શરણ સ્વીકાર્યા વિના એની દોરવણ કેમ મળે? અને ઈશ્વરના આદેશનું પાલન કર્યા વિના એમની કૃપા ક્યાંથી પ્રાપ્ત કરી શકાય ? 22 એજ, પા. 644 23 એજ, પા. 400 24 એજ, પા. 78 25 એજ, પા. 638