________________ 2.9 શિૉધર્મ 1. સામાન્ય : પિતાના ઉત્પત્તિ પ્રદેશ પૂરતા જ મર્યાદિત રહેલા ધર્મોમાં હિંદુધર્મ અને જૈનધર્મની સાથે શિધર્મને પણ સમાવેશ કરી શકાય. આ ધર્મ જાપાનને ધર્મ છે. ઈ. સ. પૂર્વે 66 માં આ ધર્મના મંડાણ થયાં એમ કહેવાય છે. જગતના માત્ર બે જ એવા ધર્મો છે જેને કોઈ સ્થાપક નથી. આમાં એક હિંદુધર્મ અને બીજે શિધર્મ છે. શિધર્મના ગ્રંથોને આધારે એમ કહી શકાય કે ઈશ્વરે જાપાનના બેટને પ્રથમ ઉત્પન્ન કર્યો, અને પછી સ્વર્ગમાંના સૂર્યદેવતાને સાક્ષાત અવતાર મિકાડો ત્યાં પ્રત્યક્ષ થયા. નિહાનગીમાં કહેવાયું છે : “મારા પ્રતાપી પૌત્ર, તું ત્યાં જા અને તેના પર રાજ્ય કર. જા અને તાર વંશ સુખી થશે અને આકાશ અને પૃથ્વીની જેમ તે સદાકાળ જીવંત રહેશે.” જાપાનની પ્રજામાં એ ભાવના દઢ થયેલી છે કે તેમને દેશ અને તેમને ધર્મ ઈશ્વર બક્ષેલ છે. એમની આ માન્યતા અને ભાવના શિધર્મના વિકાસની પ્રત્યેક પળે અવલોકી શકાય છે. 1 એસ્ટન, ડબલ્યુ જી : ટ્રાન્સેકશન્સ એન્ડ પ્રોસિડીંગ્સ ઑફ ધી જાપાન સોસાયટી - લંડન, 1896, ગ્રંથ 1, પા. 77