________________ 236 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ગુરુના માર્ગદર્શન વિના કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, તેમ જ ગુરુજ્ઞાન વિના ઈશ્વરપ્રાપ્તિ શકય નથી. એ વિશે કહેવાયું છે: “સાચા ગુરુ વિના તને માગ જડવાને નથી”૨૬ અને " ગમે એટલે શાસ્ત્રાર્થ કરવામાં આવે તે કેઈએ ગુરુ વિના ઇવરને મેળવ્યું નથી.”૨૭ થ. વિધિ-વ્યવહાર : શીખ ધર્મમાં યજ્ઞનું કોઈ સ્થાન નથી. એ ધર્મમાં મૂર્તિ પણ સ્વીકારવામાં આવતી નથી અને એથી મૂર્તિપૂજા પણ એમાં નથી. એમાં કેટલીક સરળ વિધિ અને વ્યવહાર રજૂ કરવામાં આવ્યા છે. ઈશ્વરના નામનું ધ્યાન કરવું અને સતનામનો જપ કરવો એ ધર્મ અનુયાયીઓનું મુખ્ય કર્તવ્ય છે. આવી કેટલીક સૂચનાઓ નીચે પ્રમાણે છે : “નામ જપ કરે. નામનું શ્રવણ કરે, નામને જ વ્યવહાર કરે.”૨૮ “પવિત્ર નામ જ મારે આધાર છે.”૨૮ “એક પરમાત્માના નામને જપ કરવો, એ એક જ બધાનું મુખ્ય કર્તવ્ય છે”૩૦ “હે ભાઈ પરમતત્ત્વનું ધ્યાન ધરવું એ એક જ ધાર્મિક વિધિ છે.”૩૧ આમ છતાં, નાનકના કેટલાક અનુયાયીઓએ નાનકને પરમસત્ય રૂપ સ્વીકારી એની પૂજા કરવા માંડી. નાનકને તેઓએ આદરભાવથી “નાનક શાહ” કહેવા માંડયું. લેકે તેમને ઈશ્વર તરીકે માનતા થયા અને એમને જ વિનંતી કરવા લાગ્યા કે તેઓ એમને મેક્ષ અને ક્ષમા આપે.૩૨ 5. ધમપંથ : સંખ્યાબળની દૃષ્ટિએ ના હોવા છતાં શીખધર્મમાં એક કેડી કરતાં વધારે પંથે છે. પંથનો આધાર ઘણી ભુલ્લક બાબતો પર રહે છે. પહેરવાનાં વસ્ત્રોને 26 એજ, પા. 646 27 એજ, 5. 589 28 એજ, તા. 587 29 એજ, પા. 577 30 એજ, પા. 234 31 એજ, પા. 335 332 મકાઉલિફ - ગ્રંથ 1, પા. 51